વારસીયાના મકાનમાં આગ,ટીવી,ફ્રીજ સહિતની તમામ ઘરવખરી ખાક
વડોદરાઃ વારસીયા વિસ્તારમાં આજે બપોરે એક મકાનમાં આગ લાગતાં ભારે અફરાતફરી મચી હતી.ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી ત્યાં સુધી ઘણું નુકસાન થઇ ગયું હતું.
વારસીયાની જૂની આરટીઓ કચેરી પાછળ આવેલા વિરાટ શક્તિ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પરના ફ્લેટમાંથી આજે બપોરે ધુમાડા નીકળતાં રહીશો બહાર નીકળી આવ્યા હતા.
મકાનમાં રહેતા પરિવારજનો બહાર ગયા હોવાથી મકાન બંધ હતું.ધુમાડાની સાથે સાથે આગની જ્વાળાઓ નીકળવા માંડતા લાકોએ આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ આગ વધુ રૌદ્ર બનતાં ફાયર બ્રિગેડ બોલાવી હતી.
પાણીગેટ ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી ત્યાં સુધી ફ્રીજ,ટીવી,ફર્નિચર સહિતની ઘરવખરી આગની લપેટમાં આવી ગઇ હતી.આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.પરંતુ દીવા ને કારણે કે પછી શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું મનાઇ રહ્યું છે.પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.