વડોદરા નજીક બાસ્કા ગામે લાકડાના પીઠામાં લાગેલી આગ 12 કલાકે કાબુમાં આવી
Vadodara Fire Incident : વડોદરાના હાલોલ નજીક ગઈકાલે સાંજે લાકડાના પીઠામાં લાગેલી આગ 12 કલાક બાદ કાબુમાં આવી છે.
હાલોલ નજીક બાસ્કા ગામે ગઈકાલે સાંજે લાકડાના પીઠામાં કોઈ કારણસર આગ લાગતા સ્થાનિક ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબુમાં આવી ન હતી. જેથી વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. પરંતુ આગનું સ્વરૂપ એટલું વિતરણ હતું કે વડોદરા ફાયર બ્રિગેડને પણ ચાર ચાર ફાયર ફાઈટર કામે લગાવવા પડ્યા હતા. આગમાં લાકડાની સાથે સાથે સ્ક્રેપ પણ લપેટાઈ ગયું હતું.
ફાયર બ્રિગેડ દ્વારા આખી રાત આગ કાબુમાં લેવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને આખરે સવારે આગ કાબુમાં આવી હતી. હાલોલ પોલીસે આગ લાગવાના બનાવની તપાસ હાથ ધરી છે.