કતારગામ અને પાંડેસરામાં બે ઘરોમાં આગ લાગતા ઘરવખરીને નુક્સાન
- બાપા સિતારામ ચોક પાસે કૃપા એપાર્ટમેન્ટ અને હરિઓમનગર ોસાયટીના ગેસ લિકેજથી આગ ભડકી
સુરત,:
સુરતમાં વધુ ઘરોમાં આગના બનાવમાં પાંડેસરામાં આજે શુક્રવારે સવારે રસોઈ બનાવતી વખતે ગેસ લીકેજ થતા ઘરમાં આગ ફાટી નીકળી હતી. જયારે બીજા બનાવમાં કતારગામમાં આજે સવારે ચ્હા બનાવતી વેળાએ ગેસ લીકેજ થી આગ ભડકી ઉઠી હતી. જોકે બંને બનાવા હાજર લોકોમાં ભાગદોડ થઇ જવા પામી હતી.
ફાયર બિગ્રેડ પાસેથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં પાણીની ટાંકી પાસે મ્યુનિ. કોમ્યુનિટી હોલ પાસે હરિઓમનગર સોસાયટીમાં આજે શુક્રવારે સવારે ઘરમાં ગેસનો એક સિલિન્ડર ખાલી થઇ ગયો હોવાથી બીજો સિલિન્ડર બદલીને રસોઇ બનાવતા હતા. તે સમયે ગેસ લીકેજ થતા આગ ભભુકી ઉઠી હતી. જેથી ઘરમાં રહેતા લોકો અને આજુ બાજુના લોકો ભારે હિમંત દાખવીને ફાયર એસ્ટીંગ્યુરનો ઉપયોગ કરીને આગ બુઝાવવાનો પ્રયાશ કરતા હતા. કોલ મળતા ફાયરજવાનો તરત ત્યાં ધસી આવીને થોડા સમયમાં આગ બુઝાવી હતી. જયારે આગના લીધે કથોર-અનાજ ભરેલા પ્લાસ્ટીકના ડબ્બા સહિતના ઘરવકરી અને ચીજવસ્તુઓને નુકસાન થયુ હતુ. બીજા બનાવમાં કતારગામમાં બાપા સીતારામ ચોક પાસે ખોડીયાર કૃર્પા એપાર્ટમેન્ટના બીજા માળે આજે સવારે ગેસના ચુલા ઉપર ચ્હા બનાવતા હતા. તે સમયે ગેસ લીકેજ થતા આગ લાગી હતી. જોકે ઘરનો લોકો ભારે હિમંત દાખવીને આગ ઓલવી હતી. બાદમાં તેઓ ગેલેરીમાં ગેસનો ચુલો અને ગેસ સિલિન્ડર મુકી દીધુ હતુ. જોકે ફાયરજવાનો પહોચે તે પહેલા તેઓ આગ પર કાબુ મળ્યો હતો. આગના લીધે સિલિન્ડર, ગેસનો પાઇપ સહિતની ચીજવસ્તુઓને નુકશાન થયુ હતા. આ બંને બનાવમાં કોઇ ઇજા જાનહાનિ થઇ નહી હોવાનું ફાયર ઓફિસરે કહ્યુ હતું.