વડદોરા પાસે બાસ્કામાં લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ
વડોદરાઃ વડોદરા નજીક હાલોલ ખાતે આજે મોડી સાંજે લાકડાના ગોડાઉનમાં આગ લાગતાં તેને કાબૂમાં લેવા માટે વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
હાલોલ પાસે બાસ્કા નજીક ધર્મા કંપની પાસે આવેલા ખુલ્લા ગોડાઉનમાં લાકડાનો મોટો જથ્થો તેમજ સ્ક્રેપ હોવાની માહિતી મળી છે.જેમાં લાગેલી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
આગ એટલી ભીષણ હતી કે દૂર દૂર સુધી જોઇ શકાતી હતી.ગ્રામજનો પણ એકઠા થઇ ગયા હતા.સ્થાનિક ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબૂમાં નહિ આવતાં વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
મોડીરાત સુધી આગને કાબૂમાં લેવા માટે ત્રણ ફાયર ફાઇટર કામે લાગ્યા હતા.હાલોલ પોલીસ પણ દોડી આવી હતી અને ફાયર બ્રિગેડની કામગીરી આસાન બને તે માટે મદદરૃપ થઇ હતી.