વાઘોડિયારોડ પર કારમાં આગ લાગતાં વાહનચાલકોમાં ગભરાટ
વડોદરાઃ વાઘોડિયારોડ પર ગઇકાલે રાતે એક કારમાં આગ લાગતાં નાસભાગ મચી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.પરંતુ કોઇ જાનહાનિ થઇ નથી.બનાવને પગલે વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો અને ટ્રાફિક પર અસર થઇ હતી.
બનાવને પગલે પોલીસ પણ દોડી આવી હતી અને વ્યવસ્થા સંભાળી હતી.તો બીજીતરફ વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરાઇ હતી,પરંતુ ટીમ આવે તે પહેલાં મોટાભાગની કાર આગમાં લપેટાઇ ચૂકી હતી.