પાંડેસરામાં અવધૂત રેસિડેન્સીના સાતમાં માળે ફ્લેટના પેસેજમાં ભેદી આગ
- ફ્લેટના રહીશો નીચે ઉતરી ગયા,પાંચ લોકો ટેરેસ પર દોડી ગયાઃ પરિવારના સભ્યો વચ્ચે ઝઘડાની ચર્ચા
સુરત :
પાંડેસરા ખાતે દક્ષેશ્વર મંદિર પાસે એક બિલ્ડીંગના સાતમા માળે આવેલા એક ફ્લેટના પેસેજમાં સોમવારે રાત્રે રહસ્યમંય સંજોગોમાં આગ ફાટી નીકળી હતી.
ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં દક્ષેશ્વર મંદિર પાસે અવધૂત રેસીડન્સીમાં સોમવારે રાતે ૭માં માળે એક ફ્લેટના પેસેજમાં રહસ્યમંય સંજોગોમાં આગ ફાટી નીકળી હતી. જોકે આગની જ્વાળા ફેલાઇને બાજુના ફલેટના દરવાજો ઝપેટમાં આવ્યો હતો. જોતજોતામાં આગ ફેલતા વધુ પ્રમાણમાં ધુમાડો નીકળતો હોવોથી બિલ્ડિંગના રહીશો બહુજ ગભરાય ગયા અને નાસભાગ થઇ જવા પામી હતી. જોકે પાંચ જેટલા વ્યકિતઓ પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડીંગની છત ઉપર ચડી ગયા હતા અને નીચે ફલેટના કેટલાક રહીશો સહીસલામત નીચે ઉતરી ગયા હતા. કોલ મળતા બે ફાયર સ્ટેશનની ત્રણ ગાડી સાથે લાશ્કરોનો કાફલો ઘટના સ્થળે પહોચીને અધડો થી પોણો કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો. બાદમાં છતની ઉપર ચઢેલા ગામોશ, સંદીપ, ઘનશ્યામ ,મનોજ અને મુકેશ નામના વ્યકિતને નીચે ઉર્તાયા હતા. ફાયર સુત્રો જણાવ્યુ હતુ કે, પરિવારના બે સભ્યો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઇ હતી. જેથી ગુસ્સામાં આવીને ફ્લેટમાં આગ ચાપી દેવામાં આવી હોવાનું શકયતા છે એ વુ ચર્ચાઇ રહ્યુ હતું. આગના લીધે ગોદરા, ચાદર, કપડા સહિતની ચીજવસ્તુઓને નુકસાન થયુ હતુ.