સચિન-મગદલ્લા રોડ પર દોડતી કોલસા ભરેલી ટ્રકમાં આગ ભભૂકી
- લિંબાયતમાં ફરસાણ બનાવવાની ફેક્ટરીમાં આગથી દોડધામ
સુરત :
સુરતમાં આગના બે બનાવવામાં સચિન-મગદલ્લા રોડ પર કોલસા ભરીને જતી ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી તો લિંબાયતમાં ફરસાણ બનાવવાની ફેક્ટરીમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી.
ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ સચિન-મગદલ્લા રોડ પર વહેલી સવારે કોલસો ભરીને ટ્રક જતી હતી ત્યારે આભવા ચોકડી પાસે અચાનક ટ્રકની કેબિનમાં આગ ફાટી નીકળી હતી. જેથી ટ્રકને સાઈડમાં ઊભી રાખી ડ્રાઇવર સહિતના તરત નીચે ઉતરી ગયા હતા. કોલ મળતા ફાયરના લાશ્કરોએ ઘસી જાઈ પાણીનો છંટકાવ કરી અડધો કલાકમાં આગ બુઝાવી હતી અને ટ્રકમાં ભરેલો કોલસો બચાવી લીધો હોવાનું ફાયર ઓફિસર પ્રકાશભાઇ પટેલે જણાવ્યું હતુ.
બીજા બનાવમાં લિંબાયત
નારાયણનગર પાસે કિષ્નાનગરમાં ફરસાણ બનાવવાની ફેકટરીમાં સવારે મશીનમાં શોર્ટ સરકીટ
થતા આગ ફાટી નીકળી હતી. જેથી ત્યાં કામ કરતા કામદાર ગભરાઇને બહાર દોડી ગયા હતા. આ
અંગે કોલ મળતા ફાયર જવાનોએ તરત પહોચીને આગ બુઝાવવાની કામગીરી પોણો કલાક સુધી કરતા
પરિસ્થિતિ થાળે પડી હતી. સમયસર આગ પર કાબુ મેળવાતા તેલા ડબ્બા, ફરસાણનો જથ્થો, મશીનો સહિત મોટાભાગનો સામાન બચાવી લીધો હતો. જોકે, આગમાં
મશીન, વાયરીંગ ફરસાણ સહિત ચીજવસ્તુઓને નુકસાન થયુ હતુ. આ
બંને બનાવમાં કોઇ ઇજા જાનહાનિ થઇ નહી હોવાનું ફાયર સુત્રો જણાવ્યું હતુ.