કરજણ તાલુકાના કંડારી ગામે કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી
image : Social media
Vadodara Car Caught Fire : કરજણ તાલુકાના કંડારી ગામે પસાર થતી કારમાં આગ લાગતા નુકસાન થયું હતું.
મળતી વિગત મુજબ મૂળો ઉત્તર પ્રદેશના અને હાલ અમદાવાદમાં રહેતા 39 વર્ષના નિયાઝુદીન સીદિકી પોતાની કાર લઈને 13મી તારીખે રાત્રે 9 વાગ્યા બાદ કરજણ તાલુકાના કંડારી ગામના નેશનલ હાઈવે પરથી પસાર થતા હતા ત્યારે અચાનક રોડ સર્કિટથી કારમાં આગ લાગી હોવાથી વાયરીંગ સહિતનું મટીરીયલ બળી જવાથી નુકસાન થયું હતું.