ગાંધીનગરમાં જૂના સચિવાલયની બિલ્ડિંગમાં આગ, એક કલાકે કાબૂમાં આવી, કોઈ જાનહાનિ નહી
Fire in Old Sachivalay : રાજ્યમાં સતત આગ ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારે ગાંધીનગર ખાતે આવેલા ડો. જીવરાજ મહેતા ભવન- જૂના સચિવાલયની બિલ્ડિંગના બ્લોક નંબર 1 નજીક સવારે આગ ફાટી નીકળી હતી. ઓફિસ સમય પહેલા લાગેલી આગને અંદાજે એક કલાકમાં કાબૂમાં લાવવામાં આવી હતી. આગની ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને માત્ર એક કલાકમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.
જૂના સચિવાલય ગાંધીનગરના સૂત્રોના જણાવ્યા અનુસાર, આગ જૂના સચિવાલયના ગેટની સામે આવેલા બ્લોક નં. 1 અને બ્લોક નંબર 8ની નજીક આગ લાગી હતી. ચાલુ દિવસ હોવાથી ઓફિસ ટાઇમિંગ પહેલાં લાગેલી આગ પર ગણતરીના કલાકોમાં જ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
આ ઘટનામાં કોઈ જાનહાનિના થયેલ નથી અને ફાયર વિભાગના બે મોટા ફાયર કોટનરોલ વાહન અને એક નાનું વાહન જોવા મળ્યું હતું, જેણે પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી.