ગાંધીનગરના સરગાસણના MKC ટાવરમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટનાસ્થળે
Fire Incident In Sargasan, Gandhinagar : ગાંધીનગરના સરગાસણના MKC ટાવરમાં આજે રવિવારે (20 એપ્રિલ, 2025) ભીષણ આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. ટાવરના બીજા માળે લાગેલી આગને કારણે આજુબાજુના વિસ્તારમાં વીજ પુરવઠો કાપવો પડ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી.
સરગાસણના MKC ટાવરમાં લાગી આગ
ગાંધીનગરના સરગાસણના MKC ટાવરમાં આગ ઘટનાને લઈને વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ છવાયો હતો. ટાવરના બીજા માળે આગ લાગી હોવાની જાણ થતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં ફાયર વિભાગની ટીમ દ્વારા બિલ્ડિંગના કાચ તોડી બચાવ કામગીરી શરૂ કરી હતી. સમગ્ર ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર મળી રહ્યા નથી.
આ પણ વાંચો: ડાંગ-સાપુતારા ઘાટ પર ટેમ્પો પલ્ટી જતા 13 જાનૈયાઓને નાની-મોટી ઈજા, સદનસીબે જાનહાનિ નહીં
આગના બનાવને પગલે ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. જેમાં અડધો કલાકથી વધુ સમય માટે આગ શરૂ રહી હતી. ત્યારબાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક પહોંચીને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી.