પ્રતાપપુરામાં ગૌચર જમીનમાં કચરામાં આગ લાગતાં દોડધામ
કેમિકલ વાળો કચરો એકા એક સળગી ઉઠયો દોડી આવેલા ફાયર બ્રિગેડે આગને કાબુમાં લીધી
કલોલ : કલોલના પ્રતાપપુરા ગામે શહેરના ન્યુ પંચવટી વિસ્તારને અડીને ગૌચર જમીનમાં કચરાના ઢગલામાં આગ લાગી હતી જેના પગલે દોડધામ મચી ગઈ હતી કોઈ કેમિકલ વાળો કચરો અહીં નાખી ગયું હતું જેમાં આગ લાગી હતી આગનો કોલ ફાયર બ્રિગેડને આપવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલના ન્યુ પંચવટી વિસ્તારમાં
આગની ઘટના બની હતી જેના પગલે દોડધામ મચી ગઈ હતી ન્યુ પંચવટી વિસ્તારમાં પ્રતાપપુરા
ગામ ની ગૌચર જમીનમાં કોઈ કચરો નાખી ગયું હતું આ કચરો કેમિકલ વાળો હોવાથી આગ લાગી
હતી એકાએક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી અને જ્યોત જોતામાં આગે વિકરાળ સ્વરૃપ ધારણ
કર્યું હતું અને કચરો સળગવા લાગ્યો હતો અને ધુમાડા ના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા
ત્યારે આગનો કોલ ફાયર બ્રિગેડને આપવામાં આવ્યો હતો દોડી આવેલા ફાયર બ્રિગેડે. આગ
ઉપર પાણીનો માળો ચલાવ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગ ઉપર કાબુ મેળવી લેતા
હાજર લોકોએ હાશકારો વ્યક્ત કર્યો હતો.