વડોદરામાં સાવલી નજીક મોડી રાત્રે કંપનીમાં આગ લાગતા કરોડોનું નુકસાન
Vadodara : વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લામડાપુરા ગામે કંપનીમાં આગ લાગી હતી. જેમાં રો-મટીરિયલ, મશીનરી અને કંપનીનું શેડ આગમાં બળી જવાથી મોટું નુકસાન થયું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ છાણી તળાવ પાસે આવેલા ન્યાસા કાયદેલમાં રહેતા 38 વર્ષના નિકુંજ ચીમન પટેલે મંજુસર પોલીસમાં જણાવ્યું હતું કે સાવલી તાલુકાના લામડાપુરા ગામે શાહ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની પાછળ તેઓ ચાર્વી ઇન્ડસ્ટ્રીઝ કંપની ધરાવે છે. કંપનીમાં 15મી તારીખે રાત્રે 11:30 વાગ્યા બાદ કોઈ કારણસર આગ લાગી હતી. આ આગે જોતા જોતામાં વિકરાળ સ્વરૂપ લીધું હતું. તેથી મશીનરી, રો-મટીરિયલ અને કંપનીનું શેડ આગમાં બળી જવાથી મોટું નુકસાન થયું હતું. આગ બુઝાવા ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.