અવાણિયા માલણકા રોડ પર આવેલા પતરાના ઝૂંપડામાં આગ ભભુકી
ફાયર બ્રિગેડ સ્ટાફે આગને કાબુમા લીધી
ઝૂંપડામાં રાખવામાં આવેલી ઘરવખરી ખાક થઈ ગઈ હતી
ભાવનગર: અવાણિયા માલણકા રોડ પર આવેલા પતરાના ઝૂંપડામાં આગ ભભુકી ઉઠી હતી.આગ લાગ્યા નો સંદેશો મળતા ફાયર બ્રિગેડ સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો.અને પાણીનો છંટકાવ કરી આગને બુઝાવી દીધી હતી.આગમાં ઝૂંપડામાં રાખવામાં આવેલી ઘરવખરી ખાક થઈ ગઈ હતી.
આ બનાવની પ્રાપ્ત થતી વિગત અનુસાર અવાણિયા માલણકા રોડ પર આવેલ તેજુબેન જીવરાજભાઈ મકવાણાની માલિકીનું પતરાંના ઝૂંપડામાં આગ ભભુકી ઉઠી હતી.આગ લાગ્યાનું સંદેશો ફાયર બ્રિગેડને મળતા ફાયર સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને આગ પર અડધી ગાડી પાણી છાંટી આગને બુઝાવી દીધી હતી.આગમાં ઝૂંપડામાં રાખવાના આવેલ ઘરવખરી ખાક થઈ જવા પામી હતી.આગ લાગવાનું કારણ અને નુકશાનીનો આંક જાણવા મળેલ નથી.