વડોદરાના ફતેગંજ વિસ્તારમા કોમ્પલેક્ષના ફ્લેટમાં અગમ્ય કારણોસર આગ લાગી
Vadodara : વડોદરાના ફતેગંજ વિસ્તારમાં સેફ્રોન ટાવરની સામે આવેલા કોમ્પ્લેક્સના એક ફ્લેટમાં ગઈ કાલે રાત્રિના સમયે અગમ્ય કારણોસર આગ લાગી હતી. ફ્લેટમાં કન્સ્ટ્રક્શનનો સામાન મુકેલો હોય થોડીક જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગના કારણે કન્સ્ટ્રક્શનનો સામાન મળીને ખાક થઈ ગયો હતો. પરંતુ કોઈ ઈજા નહીં થયો હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા સેફ્રોન ટાવરની સામે ઓએસ કોમ્પલેક્ષમાં એક ફ્લેટમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. ફ્લેટની અંદર કન્સ્ટ્રક્શનનો સામાન મુકેલો હોય આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જ્વાળાઓના કારણે આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. ફાયર બ્રિગેડની ટીમને આગ લાગી હોવાની જાણ કરતા તેમના જવાનો પાણીના લાય બંબા સાથે ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારબાદ પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા માટેનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ વધુ વિકરાળ બની ગયો હોય ભારે જહમત બાદ આંખ પર કાબુ મેળવવામાં ફાયર બ્રિગેડની ટીમને સફળતા સાપડી હતી. જોકે આગના કારણે કોઈને જાનહાની પહોંચી હોય તેવું હજુ સુધી જાણવા મળી રહ્યું નથી.