સાબરકાંઠાના તલોદમાં UGVCLની બેદરકારીથી ખેતરમાં આગ લાગી, ઘઉંનો પાક બળીને ખાક
Fire Broke Out Farm In Sabarkantha: રાજ્યમાં ઘઉંનો પાક તૈયાર થઈ ગયો છે અને હાલ ઘઉં લણવાની શરૂઆત પણ થઈ ગઈ છે. આ દરમિયાન સાબરકાંઠા જિલ્લાના તલોદમાં ખેડૂતોના ખેતર ઉપરથી પસાર થતા UGVCLના વીજતારને કારણે ખેતરોમાં ઊભા ઘઉંના પાકમાં આગ લાગી હતી. જેના કારણે ઘઉંનો પાક બળીને રાખ થઈ જતા ખેડૂતને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે.
તલોદમાં UGVCLની બેદરકારીના કારણે ઘઉંના ખેતરમાં લાગેલી આગમાં ખેડૂતના 2.5 વીઘા ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો હતો. જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થયું છે. ખેડૂતના મોંમાં આવેલો કોળીયો ઝુટવાયો છે. આથી જગતનો તાત ભારે મુશ્કેલી સાથે નિરાશ થઈ જવા પામ્યો છે. આ બનાવથી પીડિત ખેડૂતે UGVCLમાં ફરિયાદ કરી છે, છતાં કોઈ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા નથી.