Get The App

થાનગઢના સણસોયમાં ગેસની લાઇન લીકેજ થતાં આગ લાગી

Updated: Apr 25th, 2025

GS TEAM


Google News
Google News
થાનગઢના સણસોયમાં ગેસની લાઇન લીકેજ થતાં આગ લાગી 1 - image


ટ્રેકટર આગની ચપેટમાં આવી જતા બળીને ખાક

વીજ પોલ નાખવાની કામગીરી સમયે દૂર્ઘટના બની, સદનસીબે જાનહાનિ ટળી

સુરેન્દ્રનગર: થાન શહેરના સણસોય વિસ્તારમાં વીજ પોલ નાખવા માટે જમીનમાં ખાડો દોડતા જમીનની અંદર આવેલી ગેસની લાઇન લીકેજ થયા બાદ આગ ફાટી નીકળી હતી. ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવતા રહીશોએ હાશકારો અનુભવ્યો હતો.

થાનના વગડીયા રોડ પર આવેલા સણવઈ વિસ્તારમાં વીજ કંપની દ્વારા વીજ પોલ નાંખવાની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન ટ્રેક્ટરની મદદથી ખાડો ખોદવાની કામગીરી દરમિયાન ગેસ લાઈનમાં લીકેજ થતાં અફડાતફડી મચી જવા પામી હતી અને થોડીક ક્ષણોમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. 

ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળાં સ્થળ પર આવી પહોંચ્યા હતા. બનાવ અંગે થાન પાલીકાની ફાયર ફાયટર ટીમને જાણ કરતાં સ્થળ પર આવી પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયરના લાશ્કારોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદ્દનસીબે કોઈ જાનહાનીનો બનાવ બન્યો નહોતો પરંતુ ખાડો ખોદી રહેલ ટ્રેકટર આગમાં બળીને સંપૂર્ણ ખાક થયું હતું.

Tags :