વડોદરાના મંજુસરમાં મારુતિ કંપનીમાં આગ : લાખોના નુકસાનનો અંદાજ
Vadodara : વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર ઔદ્યોગિક વસાહતમાં આવેલી સલ્ફર બનાવતી કેમિકલ ઉત્પાદન કંપનીમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગનું વિકરાળ સ્વરૂપ જોઈને આસપાસના ઉદ્યોગોની પણ ચિંતા વધી હતી. જોકે ફાયરબ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.
આજે સોમવારે બપોરના સુમારે મંજુસર વિસ્તારમાં આવેલી મારુતિ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગી હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળ્યો હતો. જેથી વડોદરા તેમજ મંજુસર GIDCની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પોહંચી ગઈ હતી. સ્થળ પર જઈને તપાસતા સલ્ફરનું ઉત્પાદન કરતી કેમિકલ કંપનીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.સ
જેથી ફાયર વિભાગના જવાનોએ આસપાસના ઉદ્યોગોને પણ ચેતવણી આપીને સતર્ક કર્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાની તજવીજ શરૂ કરી હતી. ઉતરાયણના એક દિવસ પહેલા બનેલા આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી જોકે લાગેલી આગમાં કરોડોનો નુકસાન આંકવામાં આવ્યું છે.