Get The App

સુરતના સારોલીમાં કુબેરજી ટેક્સટાઈલ માર્કેટમાં લાગી આગ, 8માં માળે દુકાનમાં કાપડનો સ્ટોક બળીને ખાક

Updated: Jan 30th, 2025


Google News
Google News
સુરતના સારોલીમાં કુબેરજી ટેક્સટાઈલ માર્કેટમાં લાગી આગ, 8માં માળે દુકાનમાં કાપડનો સ્ટોક બળીને ખાક 1 - image


Surat News : સુરતના સારોલીમાં કુબેરજી ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગવાની દુર્ઘટના સર્જાઈ છે. કુબેરજી ટેક્સટાઈલના 8માં માળે દુકાનમાં કાપડનો સ્ટોક બળીને ખાક થઈ ગયો. સમગ્ર ઘટનાને પગલે કતારગામ, કાપોદ્રા સહિતના ફાયર સ્ટેશનની 18થી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. આગના આ બનાવમાં કોઈ જાનહાનિ પહોંચી ન હતી.

કુબેરજી વર્લ્ડ માર્કેટના 8માં માળે લાગી આગ

મળતી માહિતી મુજબ, સુરતના સારોલીમાં આવેલી કુબેરજી ટેક્સટાઈલ માર્કેટના 8માં માળે 5044 નંકુબેરજી વર્લ્ડ માર્કેટબરની દુકાનમાં આગની લાગવાની દુર્ઘટના સર્જાઈ હતી. કુબેરજી વર્લ્ડ માર્કેટના જે માળે આગ લાગી હતી, ત્યાં મોટા હોલમાં 8-10 જેટલી દુકાનો આવેલી છે અને કપડાંનો ધંધો કરવામાં આવે છે. 

સુરતના સારોલીમાં કુબેરજી ટેક્સટાઈલ માર્કેટમાં લાગી આગ, 8માં માળે દુકાનમાં કાપડનો સ્ટોક બળીને ખાક 2 - image

આ પણ વાંચો: VIDEO: CNG કારમાં ગેસ ભરતા સમયે સાવધાન! બારડોલીમાં ગેસ પાઇપ છટકતા કાર ચાલકને વાગી

કુબેરજી વર્લ્ડ માર્કેટમાં આગ દુર્ઘટનાને પગલે ફાયર અને સારોલી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમાં મોટા વરાછા, સરથાણા, ડુંભાલ, ડિંડોલી, મજૂરા, કાપોદ્રા અને કતારગામ સહિતના ફાયર સ્ટેશનની 18થી વધુ ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જો કે, કપડાંનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો.

Tags :
SuratSaroliFire

Google News
Google News