વડોદરાના મકરપુરાની હેમેક્સ ફાર્માસ્યુટિકલ કંપનીમાં મોડી રાતે આગ
Vadodara Fire : વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી ફાર્માસ્યુટિકલ કંપનીમાં મોડી રાત્રે આગ લાગતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
મકરપુરા જીઆઇડીસીની હેમેક્સ ફાર્માસ્યુટિકલ કંપનીમાં ગઈકાલે રાત્રે લાગેલી આગનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ આગની જ્વાળાઓ એક કિલોમીટર વિસ્તારમાં જોઈ શકાતી હતી.
આ વખતે કોઈ કર્મચારી પણ અંદર હાજર નહીં હોવાથી જાનહાની અટકી હતી. વડોદરા ફાયર બિગેડની ટીમે એક કલાકની જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી. બનાવના સ્થળે પોલીસ પણ દોડી આવી હતી અને પ્રાથમિક વિગતો મેળવી હતી.