Get The App

પેમેન્ટ રીકવર તો કર્યુ પરંતુ જમા કરાવ્યું ન હતું: ફાઇનાન્સ કું. સાથે 5.41 લાખના ઠગાઇ કેસમાં ક્લેકશન મેનેજરની ધરપકડ

Updated: Nov 29th, 2021


Google News
Google News


પેમેન્ટ રીકવર તો કર્યુ પરંતુ જમા કરાવ્યું ન હતું: ફાઇનાન્સ કું. સાથે 5.41 લાખના ઠગાઇ કેસમાં ક્લેકશન મેનેજરની ધરપકડ 1 - image

- અડાજણની બજાજ ફાઇનાન્સ કંપનીના ક્લેકશન મેનેજરે રીકવરી એજન્સી સાથે મળી રોકડ ખિસ્સામાં સેરવી લીધી હતી

સુરત
અડાજણના એલ.પી. સવાણી રોડની બજાજ ફાઇનાન્સ કંપનીના લોનધારક પાસેથી રીકવર કરવામાં આવેલા 5.41 લાખ કંપનીમાં જમા કરાવવાને બદલે રીકવરી એજન્સી સાથે મળી બારોબાર ખિસ્સામાં સેરવી લેનાર કંપનીના ક્લેકશન એજન્ટની અડાજણ પોલીસે ધરપકડ કરી છે.
અડાજણ એલ.પી. સવાણી રોડના મધુવન સર્કલ સ્થિત યુનિવર્સલ બિઝનેશ સેન્ટરમાં આવેલી બજાજ ફાઇનાન્સ કંપનીના લોનધારક દ્વારા હપ્તા ભરપાઇ નહીં કરનાર પાસેથી રીકવરી માટે તુષાર એન. જગનવાલા સહિતને રીકવરી એજન્સીનું કામ સોંપ્યું હતું. ગત દિવસોમાં તુષાર એન. જગનવાલા એજન્સીના વહીવટકર્તા અજય પ્રવિણચંદ્ર કેલાવાલા (રહે. સાંઇકૃપા એપાર્ટમેન્ટ, દિનદયાળ સોસાયટી, પાલનપુર પાટીયા) એ હપ્તા ભરપાઇ નહીં કરનાર પાસેથી 5.41 લાખનું પેમેન્ટ રીકવર કર્યુ હતું. આ પેમેન્ટ એજન્સીમાં જમા કરાવવાને બદલે અજય અને વિશાલે બારોબાર પોતાના ખિસ્સામાં સેરવી લીધા હતા. આ પ્રકરણમાં ગત રોજ નોંધાયેલી ફરીયાદ અંતર્ગત અડાજણ પોલીસે કંપનીના ક્લેકશન મેનેજર વિશાલ અશોક પટેલ (રહે. એફ 401, વીર સાવરકર હાઇટ્સ, જહાંગીરબાદ) ની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.

Tags :
SuratCrimeFraudArrest

Google News
Google News