સુરત હીરા બુર્સમાં પાર્સલ રિલીઝમાં વિલંબની સમસ્યાનું છેવટે નિરાકરણ
-350થી વધુ પાર્સલસનું રિલીઝ અટકી પડતા કસ્ટમ ક્લિયરન્સમાં અવરોધ ઉભો થયો હતો
સુરત,
કસ્ટમ વિભાગના વેબસાઈટમાં ઊભી થયેલી એરરને કારણે રફ હીરાના 350થી વધુ પાર્સલ રિલીઝ કરવામાં સર્જાયેલી મુશ્કેલીઓનું નિરાકરણ આવી ગયું છે. હીરા ઉદ્યોગકારો તરફથી મળેલી ફરિયાદના આધારે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલને દરમિયાનગીરી કરવી પડી હતી.
સુરત હીરા બુર્સ ખાતે રફ હીરાના 350થી વધુ પાર્સલ રિલીઝ કરવામાં તાજેતરના વિલંબને સફળતાપૂર્વક ઉકેલ લાવવામાં આવ્યો છે. વિલંબનું પ્રાથમિક કારણ આઇસઞેટ વેબસાઇટમાં સિસ્ટમની ભૂલ હતી, જીએસટી અરજીઓની પ્રક્રિયાને આને કારણે અસર થઈ હતી, પરિણામે કસ્ટમ્સ ક્લિયરન્સમાં અવરોધ ઊભો થયો હતો.
ગત તા.16મીના રોજ આ સમસ્યાની શરૃઆત થઈ હતી. જ્યારે આ મૂલ્યવાન રફ હીરાના પાર્સલોને રોકી રાખવામાં આવ્યા હતા. હીરા વેપારીઓએ શરૃઆતમાં 4-5 દિવસ માટે સિસ્ટમના અપડેટની રાહ જોઈ હતી. જોકે, કસ્ટમ સત્તાવાળાઓને પાર્સલ છોડવા માટે બિલ ઓફ એન્ટ્રીની જાતે પ્રક્રિયા કરવા વિનંતી કરીને પ્રક્રિયાને ઝડપી બનાવવા માંગ કરી હતી.