Get The App

આખરે 12 કલાકની જહેમત બાદ રાતે 3 વાગે રિફાઈનરીની આગ પર કાબૂ, તંત્રએ રાહતનો શ્વાસ લીધો

Updated: Nov 12th, 2024


Google NewsGoogle News
આખરે 12 કલાકની જહેમત બાદ રાતે 3 વાગે રિફાઈનરીની આગ પર કાબૂ, તંત્રએ રાહતનો શ્વાસ લીધો 1 - image


Blast in Vadodara Chemical Company :  વડોદરાની ગુજરાત રિફાઇનરીમાં લાગેલી ભયાનક આગ રાતે 3 વાગ્યા બાદ કાબુમાં આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ગુજરાત રિફાઇનરીમાં બપોરે ત્રણ વાગ્યાના અરસામાં 1000 કિલો લીટરની ક્ષમતા ધરાવતી બેન્ઝીન ટેન્કમાં સેમ્પલ લેવા જતા પ્રચંડ બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. આ કારણસર એક કિલોમીટર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો.

આ પણ વાંચો: વડોદરા જીવતા બોમ્બ પર બેઠું છે, આસપાસ 1000 કરતાં વધારે કેમિકલ ઉદ્યોગો

આગમાં સેમ્પલ લેવા ગયેલા ધીમંત મકવાણા નામના કોન્ટ્રાક્ટ ના કર્મચારીનું મોત નિપજ્યું હતું, જ્યારે બે લોકોને ઈજા થઈ હતી. રાત્રે 8:30 વાગે આગ બે કાબુ બનેની આગે બીજી પણ ટેન્કને લપેટમાં લેતા ગ્રામજનોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.

આગને કાબુમાં લેવા માટે રિફાઈનરી ઉપરાંત આસપાસની કંપનીઓ, વડોદરા કોર્પોરેશન, અંકલેશ્વર, હાલોલ, આણંદ તેમજ વડોદરા ની આસપાસની નગરપાલિકાઓ ની ફાયર બ્રિગેડને બોલાવી લેવામાં આવી હતી. જિલ્લા કલેકટર એ ફાયર ઓફિસરો સાથે મીટિંગ પણ કરી હતી. આખરે ફાયર બ્રિગેડે એક્યુએસ ફિલ્મ ફોર્મિંગ ફોમ (AFFF) સિસ્ટમથી 12 કલાક બાદ રાત્રે 3 વાગ્યાના અરસામાં આગ પર કાબુમાં લેવામાં સફળતા મેળવી હતી.

આ પણ વાંચો: ગુજરાત રિફાઇનરીમાં પ્રચંડ ધડાકા સાથે આગ, બેનાં મોત, 40,000 લોકો પરથી મોટી ઘાત ટળી

એક કિમી વિસ્તારમાં બારી-બારણા ધણ ધણી ઉઠ્યા 

વડોદરાની ગુજરાત રિફાઇનરીમાં સોમવારે બપોરે પ્રચંડ વિસ્ફોટ સાથે આગ લાગતા આસપાસના વિસ્તારોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, બપોરે એક ટેન્કમાં જોરદાર બ્લાસ્ટ થવાથી આસપાસના એક કિલોમીટર વિસ્તારમાં આવેલા મકાનોના બારીબારણાં ધણધણી ઉઠ્યા હતા. જેથી ગભરાયેલા લોકો બહાર નીકળી આવ્યા હતા.

એ વખતે આસપાસના પાંચ કિલોમીટર વિસ્તારમાં રિફાઇનરી માંથી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા અને ફાયર બ્રિગેડ તેમજ પોલીસ ના વાહનો દોડાદોડી કરતા જોવા મળ્યા હતા. વડોદરા ફાયર બ્રિગેડ નો સંપર્ક કરતા તેમની કોઈ મદદ લેવામાં આવી નહીં હોવાનું જણાવાયું હતું.બનાવના સ્થળે રિફાઇનરીના ફાયર ફાઈટર આગ કાબુમાં લેવા કામે લાગ્યા હતા અને નંદેસરી તેમજ અન્ય ફાયર બ્રિગેડને જરૂર પડે તો તૈયાર રહેવા કહેવાયું હોવાનું જાણવા મળ્યું છે.




Google NewsGoogle News