કરજણના હાથીબાગ પાસે એક જ કોમના યુવાનો વચ્ચે ફિલ્મી ઢબે અથડામણ: 14ની અટકાયત

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
કરજણના હાથીબાગ પાસે એક જ કોમના યુવાનો વચ્ચે ફિલ્મી ઢબે અથડામણ: 14ની અટકાયત 1 - image


                                                      Image Source: Freepik

વડોદરા, તા. 26 સપ્ટેમ્બર 2023 મંગળવાર

વડોદરા જિલ્લાના કરજણ ના નવા બજાર વિસ્તારમાં આવેલા હાથી બાગ પાસે રવિવારે રાત્રે ઠાકોર પરિવારના યુવકો વચ્ચે અગાઉના ઝઘડાની અદાવતે ધમાસણ મચ્યું હતું. તેને કારણે નાસભાગ મચી જવા પામી હતી. બંને પક્ષે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે 14 યુવકોની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.

કરજણના હાથીબાગ પાસે આવેલા ઠાકોરવાસમાં રહેતા 18 વર્ષના શ્રમજીવી ગૌતમ ગણપત ઠાકોરે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે 24મી તારીખે રાત્રે 9:00 વાગે તેઓ હાથીબાગ પાસેથી જઈ રહ્યા હતા. ગૌતમને અગાઉ પૈસાની બાબતે પંકજ સહિતના તેના મિત્રો સાથે ઝઘડો થયો હતો. તેને કારણે હાથીબાગ પાસે તે મળી જતા તેણે ગૌતમને રોક્યો હતો. અને અગાઉની રીસ રાખી ગૌતમની ફેટ પકડી પંકજે ઝઘડો કર્યો હતો. બાદ ગૌતમ પોતાની ઘરે ગયો ત્યારે પંકજ અન્ય નવ આરોપીને લઈને તેની ઘરે પહોંચ્યો હતો અને ઘરના તમામ સભ્યોને ગાળો આપી હતી. બાદ લાકડી, પ્લાસ્ટિકની પાઇપ અને ગડદાપાટુનો મૂઢ માર ગૌતમ અને તેના પિતા ગણપતભાઈ અને માતા લક્ષ્મીબેનને માર્યો હતો. બાદ બુમરાડ મચતા આજુબાજુના લોકો આવી જતા 10 યુવકો નાસી ગયા હતા. ગૌતમની ફરિયાદના આધારે કરજણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બે જૂથ વચ્ચે થયેલા હુમલાના આરોપીના નામ 

1. પંકજ હર્ષદ ઠાકોર રહે. ગોવિંદ બેચરની ચાલી, નવાબજાર કરજણ 

2. ધમેશ ઉફે ધમો હર્ષદ ઠાકોર રહે. ગોવિંદ બેચરની ચાલી, નવાબજાર કરજણ 

3. વિશાલ વિનોદ ઠાકોર રહે. ગોવિંદ બેચરની ચાલી, નવાબજાર કરજણ 

4. રાહુલ વિનોદ ઠાકોર રહે. ગોવિંદ બેચરની ચાલી, નવાબજાર કરજણ 

5. અરૂણ વિનોદ ઠાકોર રહે. ગોવિંદ બેચરની ચાલી, નવાબજાર કરજણ 

6. નરેશ રામજી ઠાકોર રહે. હાથીબાગ પાછળ, નવાબજાર, કરજણ

7. વિજય મંગાભાઇ ઠાકોર હાથીબાગ પાછળ, નવાબજાર, કરજણ

8. રાહુલ હેમચંદ ઠાકોર રહે. હાથીબાગ પાછળ, નવાબજાર, કરજણ 

9. અનિરુદ્ધસિંહ યોગેન્દ્રસિંહ રાજ રહે.રણછોડ પાર્ક સોસાયટી નવા બજાર, કરજણ 

10. મહેશ ચાવાળો

સામે ફરિયાદના આરોપીઓના નામ

1. ગૌતમ ગણપત ઠાકોર હાથીબાગ પાસે નવા બજાર કરજણ 

2. ગણપત વાઘજી ઠાકોર રહે. હાથીબાગ પાસે નવાબજાર કરજણ 

3. રાકેશ ઉફે ખન્નો અમરત ઠાકોર રહે. હાથીબાગ પાસે નવા બજાર કરજણ 

4. ટીનો ઉફે ટીકો અમર ઠાકોર રહે. હાથીબાગ પાસે નવા બજાર કરજણ

વગર વાકગુનાએ મને માર માર્યો : પંકજ ઠાકોર

કરજણ નવા બજાર હાથીબાગ પાસે અગાઉના ઝઘડાની અદાવતે ઠાકોર પરિવારના યુવાનો વચ્ચે થયેલી મારામારીમા વળતી ફરિયાદ પંકજ હર્ષદ ઠાકોરે નોંધાવી હતી. તેણે જણાવ્યું હતું કે ગૌતમ ઠાકોર સાથે અગાઉ ઝઘડો થયો હતો તેને કારણે તે સામે મળતા મને વગર વાંકે મારવા માંડ્યો હતો અને લાકડાનો દંડો લઈ મને અરુણ વિનોદ ઠાકોર, રાહુલ ઠાકોરને મારી નાખવાની ધમકી આપી હુમલો કર્યો હતો

ફિલ્મ ઢબથી હુમલો થતાં નાસભાગ મચી

યુવા પેઢી પર ફિલ્મના દ્રશ્યોની ભારે અસર જોવા મળતી હોય છે તેના ઉદાહરણરૂપ કરજણના હાથીબાગ વિસ્તારમાં થયેલી ઠાકોર પરિવારના યુવાનો વચ્ચેની અથડામણમાં ફિલ્મી ઢબથી મારામારી થઈ હતી. પોલીસને તેની જાણ થતાં બંને પક્ષના મળી 14 આરોપીઓની ધરપકડ કરી હતી.


Google NewsGoogle News