બાપોદ આવાસ યોજનામાં પાણીના મુદ્દે પાડોશી મહિલાઓ વચ્ચે મારામારી

Updated: Mar 17th, 2024


Google NewsGoogle News
બાપોદ આવાસ યોજનામાં પાણીના મુદ્દે પાડોશી મહિલાઓ વચ્ચે મારામારી 1 - image


Image Source: Freepik

વડોદરા, તા. 17 માર્ચ 2024, રવિવાર

બાપોદ પાણીની ટાંકી પાસે આવાસ યોજનાના મકાનમાં પાણીના મુદ્દે બે પાડોશી વચ્ચે મારામારી થઈ હતી જે અંગે કપૂરાઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બાપોદ પાણીની ટાંકી પાસે આવાસ યોજનાના મકાનમાં રહેતા સપનાબેન પીન્ટુભાઇ મહાલે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે 11મી તારીખે રાત્રે 8:00 વાગે હું અને મારા સાસુ ઘરે હતા મારા પતિ મારા સસરા ને લઈને તાજપુરા નારાયણ આઈ હોસ્પિટલમાં આંખનો ઓપરેશન કરાવવા માટે ગયા હતા. મારા સાસુએ મને કહ્યું હતું કે દરરોજ તો વધારે પાણી આવે છે આજે તો ખાલી બે મિનિટ જ પાણી આવ્યું અમે વાત કરતા હતા તે દરમિયાન અમારી બાજુમાં રહેતા રૂકસાર હુસેનભાઇ મુનશી અમારા ઘરે આવી મને તથા મારા સાસુને કહેવા લાગ્યા હતા કે તમે મને કેમ સંભળાવો છો કે પાણી નથી આવતું તમારી શું ઓકાત છે તેઓ મને તથા મારા સાસુને ગાળો બોલવા લાગ્યા હતા. મેં રૂકસાર બહેનને સમજાવતી હતી કે મારા સાસુ મને કહેતા હતા તમને નહીં તે દરમિયાન રુકસારના મમ્મી સવિતાબેન હુસેનભાઇ મુનશી તેમના ઘરેથી આવીને મારા સાસુના વાળ પકડી લીધા હતા. તે જ સમયે હુસેન ભાઈનો જમાઈ જુબેર ઐયુબભાઈ પઠાણ રહેવાસી ગામ ભદારી તાલુકો પાદરા આવ્યો હતો. તે મારા વાળ પકડે મને ઢસડીને બહાર લઈ ગયો હતો ત્રણેય ભેગા થઈને મને તથા મારા સાસુને માર માર્યો હતો. આજે તમને જીવતા રહેવા દઈએ નહીં તેમ કહી તેઓ માર મારતા હતા તે દરમિયાન આજુબાજુના લોકો ભેગા થઈ જતા અમને વધુ મારમાંથી છોડાવ્યા હતા. 


Google NewsGoogle News