Get The App

માંજલપુરમાં કંટ્રોલમાં વર્ધી કેમ લખાવી તેમ કહી યુવાન પર હુમલો

યુવાન મહિલાના ઘેર ગયો અને હું પ્રેસમાં છું, મારુ ભરણ આપ તેમ કહી ધમકી આપી ઃ બંને પક્ષોની સામ સામે ફરિયાદ

Updated: Jan 29th, 2025


Google News
Google News
માંજલપુરમાં કંટ્રોલમાં વર્ધી કેમ લખાવી તેમ કહી યુવાન પર હુમલો 1 - image

વડોદરા, તા.29 માંજલપુર વિસ્તારમાં દારૃના ધંધા માટેના ઝઘડાએ મોટું સ્વરૃપ ધારણ કર્યું હતું. સરસ્વતી કોમ્પ્લેક્સ પાસે જાહેરમાં થયેલી મારામારીની ઘટનામાં યુવતીએ ખંડણી માંગી હોવાની ફરિયાદ તો સામા પક્ષે યુવાને કંટ્રોલરૃમમાં વર્ધી કેમ લખાવે છે તેમ કહી માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૃ કરી છે.

માંજલપુર વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે જયશંકર સોસાયટીમાં રહેતાં નૈતિક મહેન્દ્રભાઇ પટેલે ભાવું દરબાર, કૌશિક રાજપુત, સપના પરમાર, આકાશ ઠાકરડા, રમિલા પરમાર, અજય પરમાર, દેવ પરમાર સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ડ્રાઇવિંગ કરું છું. તા.૨૭ના રોજ સાંજે હું સરસ્વતી સર્કલ પાસે પાનના ગલ્લા પર બેઠો  હતો ત્યારે મારી પત્નીનો ફોન આવ્યો હતો કે ભાવું દરબાર નામનો વ્યક્તિ બાઇક લઇને આવ્યો છે અને નૈતિક ક્યાં ગયેલ છે તેમ કહેતાં તેને સરસ્વતી પાસે બેસેલ હશે તેમ કહ્યું હતું.

ત્યાર બાદ ભાવુ અને કૌશિક રાજપુત બંને મારી પાસે આવીને તું મારી કંટ્રોલરૃમમાં વર્ધી કેમ લખાવે છે તેમ કહી મને માર માર્યો હતો. થોડી વારમાં નંબર પ્લેટ વગરની થાર ગાડીમાં સપના પરમાર, રમિલા પરમાર, આકાશ ઠાકરડા પણ ત્યાં આવી ગયા હતા અને મને માર માર્યો  હતો જો કે લોકો ભેગા થઇ જતાં માર મારી હુમલાખોરો જતા રહ્યા હતાં.

સામા પક્ષે તુલસીધામ ચાર રસ્તા પાસે શ્રી કૃષ્ણનગર સોસાયટીમાં રહેતી સપના મુકેશ પરમારે નૈતિક પટેલ સામે નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે  સાંજે હું ઘેર  હતી ત્યારે નૈતિક આવ્યો હતો અને તારી મમ્મી ક્યાં ગઇ છે તેમ પૂછતાં મેં તે બહાર ગઇ છે તેમ જણાવતાં નૈતિકે હું પ્રેસમાં છું તમો દારૃનો ધંધો કરો છો, મારૃ ભરણ આપ તેમ કહેતાં મેં મારી પાસે પૈસા નથી તેમ જણાવ્યું હતું પરંતુ નૈતિકે મારા હાથ પકડી બરડાના ભાગે સ્પર્શ કરતાં મેં તેને રોકી  મારો હાથ કેમ પકડયો તેમ જણાવતાં નૈતિક તું તથા તારા મમ્મી પૈસા નહી આપો તો હું બતાવું છું તેવી ધમકી આપી જતો રહ્યો  હતો. બાદમાં મેં મારી મમ્મીને વાત કરતા તેમણે મારા બનેવી ભાવેશને જાણ કરી હતી. નૈતિક સરસ્વતી ચાર રસ્તા પાસે ઊભો છે તેવી ખબર પડતાં ત્યાં તેને કહેવા ગયા ત્યારે તેણે ઝઘડો કરી બદનામ કરવાની ધમકી આપી હતી.



Tags :
fightingtwogroupmanjalpur

Google News
Google News