વડીવાડી ફાયર સ્ટેશન પાસે નાસ્તાની લારી ચાલુ કરવાના મુદ્દે મારામારી: બે ને ઈજા

Updated: Apr 28th, 2024


Google NewsGoogle News
વડીવાડી ફાયર સ્ટેશન પાસે નાસ્તાની લારી ચાલુ કરવાના મુદ્દે મારામારી: બે ને ઈજા 1 - image


Image Source: Freepik

વડીવાડી ફાયર સ્ટેશન પાસે નાસ્તાની લારી ચાલુ કરવાના મુદ્દે મારામારી થતા બે વ્યક્તિઓને ઈજા થઈ હતી જે અંગે ગોરવા પોલીસે સામ સામે ફરિયાદ નોંધ છે.

ગોત્રી ઈએસઆઈ હોસ્પિટલ પાસે યોગેશ્વર જ્યોત સોસાયટીમાં રહેતા પ્રતિમાબેન નિલેશભાઈ પટેલ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવી છે કે ગઈકાલે રાત્રે 9:00 વાગે મારા મિત્ર ધવલને અને ફોન કરી કહ્યું હતું કે તમે તાત્કાલિક રેસકૉર્સ આવો તમારા ભાઈ શક્તિ ને કેટલાક લોકો મારવા માટે આવ્યા છે તેથી હુ રેસ કોર્સ પાસે આવી હતી ત્યારે લોકોનું ટોળું ભેગું થયું હતું અને મારો ભાઈ રોડની સાઈડમાં ફૂટપાથ પર બેઠો હતો તેના મોઢામાંથી લોહી નીકળતું હતું જેથી અમે 100 નંબર પર ફોન કરી મારા ભાઈને એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યો હતો મારા ભાઈએ મને જણાવ્યું હતું કે હું વળી વડી વાડી ફાયર સ્ટેશન પાસે રોડ નાસ્તાની લારી ચાલુ કરવા માટે જગ્યા જોવા ગયો હતો તે વખતે ત્યાં હાજર બાપુ મેગી વાળા યુવરાજ ભાઈને મેં કહ્યું હતું કે તમારી બાજુમાં થોડી જગ્યા છે તો મારે નાસ્તાની લારી ચાલુ કરવી છે ત્યારે યુવરાજ એ મને ના પાડી મારી સાથે ઝઘડો કરવા લાગ્યો હતો તે સમયે આમલેટ ની લારીવાળા યુવરાજ અને તેના મિત્ર રાજાએ મને જાનથી મારી નાખવાની ધમકી આપી મોઢા તથા છાતી અને પેટના ભાગે મુકાઓ માર્યા હતા યુવરાજ અને તેનો મિત્ર રાજા મને વધુ માર મારવા માટે સમતા ગ્રાઉન્ડ ખાતે લઈ જવાનું કહી બાઈક પર બેસાડતા હતા તે દરમિયાન આજુબાજુના લોકોએ વચ્ચે પડીને મને છોડાવ્યો હતો.

જ્યારે સામાન પક્ષે યુવરાજસિંહ જાદવ રહેવાસી સ્વામી વિવેકાનંદ લક્ષ્મીપુરા રોડ ગોરવા એ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે હું મારા મિત્ર સાથે નારી પર હતો તે દરમિયાન બાઈક લઈને આવેલા એક વ્યક્તિએ મને કહ્યું હતું કે મારું નામ શક્તિસિંહ છે અને હું કરિશ્મા કામ કરું છું અહીંયા ધંધો કરવો હોય તો મને હપ્તો આપવું પડશે બાકી તારો ધંધો બંધ કરાવી દે ત્યારબાદ તે બાઈક ચલાવી થોડી દુર જૈન સાઈનાથના હાઉસ પાસે ઉભો રહ્યો હતો તેથી હું તેની પાસે ગયો હતો અને પરેશ નો ઓળખકાર્ડ માગતા તેણે મને મારી નાખવાની ધમકી આપી મૂળાના ભાગે મુકાવો માર્યા હતા તે વખતે ઇકો. ગાડીમાં આવેલા આરોપીએ pvc ની પાઇપ વડે મને માર માર્યો હતો. તેની સાથે આવેલા મહિલાએ પણ મને ગાળો બોલી ઝપાઝપી કરી હતી.



Google NewsGoogle News