Get The App

સુરતમાં ટ્રેનના કોચનો દરવાજો ન ખોલતાં માથાકૂટ, યુવકે અશ્લીલ હરકત કરતાં તોડફોડ, 6ની અટકાયત

Updated: Jan 10th, 2025


Google NewsGoogle News
સુરતમાં ટ્રેનના કોચનો દરવાજો ન ખોલતાં માથાકૂટ, યુવકે અશ્લીલ હરકત કરતાં તોડફોડ, 6ની અટકાયત 1 - image


Surat Railway Station : સુરત રેલવે સ્ટેશન પસાર થઇ રહેલી અજમેર-દાદર ટ્રેનનો જનરલ કોચનો દરવાજો ન ખોલતાં મુસાફરો વચ્ચે બબાલ થતાં મામલો બિચક્યો હતો. આ દરમિયાન ટ્રેનમાં સવાર યુવકે પેન્ટ ખોલીને અશ્લીલ હરકત કરતાં મુસાફરોએ પિત્તો ગુમાવ્યો હતો અને બારીઓના કાચ અને લોખંડની ગ્રીલ તોડી નાખી હતી. આ ઘટનામાં છ લોકોની અટકાયત કરવામાં આવી હતી અને તમામને કોર્ટમાં રજૂ કરી દંડ ફટકારવામાં આવ્યો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર મુસાફર અજમેરથી મુંબઇ તરફ જઇ રહેલી અજમેર-દાદર ટ્રેન સુરતના રેલવે સ્ટેશને સ્ટોપ કર્યું હતું. આ દરમિયાન દરરોજ અપ-ડાઉન કરતાં સ્થાનિક મુસાફરોએ જનરલ કોચ પ્રવેશ કરવા ગયા તે સમયે અંદર બેઠેલા મુસાફરોએ અંદરથી કોચનો દરવાજો બંધ કરી દીધો હતો. આ દરમિયાન ટ્રેનમાં સવાર એક મુસાફરે જ્યારે દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો ત્યારે કોચમાં હાજર અન્ય મુસાફરોએ દરવાજો ખોલવા દીધો ન હતો. જેથી બહારથી ટ્રેનમાં ચડવા માટે ઉભેલા મુસાફરો અકળાયા હતા, આ દરમિયાન ટ્રેનમાં સવાર એક યુવકે પેન્ટ ખોલીને અશ્લીલ હરકત કરતાં પ્લેટફોર્મ હાજર મુસાફરોએ ટ્રેનમાં તોડફોડ કરવાની શરૂઆત કરી હતી. 

પ્લેટફોર્મ પર હાજર મુસાફરોએ ટ્રેનની બારીઓના કાચ અને લોખંડની ગ્રીલ તોડી નાખી ટ્રેનને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટના બાદ આરપીએફ દ્વારા પાંચ લોકોની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે રેલવે પોલીસ દ્વારા એકની અટકાયત કરવામાં આવી હતી. આ તમામને લોકોને કોર્ટમાં રજૂ કરી દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત સુરત રેલવે પોલીસે પરવેઝ ઇકબાલ કુરેશી (રહે. જીવનબાગ મુંબઈ) નામના યુવકની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી. 



Google NewsGoogle News