નડિયાદના ઉત્તરસંડામાં નજીવી બાબતના ઝઘડામાં મારામારી
નડિયાદ : નડિયાદના ઉત્તરસંડા ગામે ઠાકોર પરિવાર વચ્ચે નજીવી બાબતે ઝઘડો થયો હતો. જેમાં ચાર શખ્સોએ ગમે તેમ ગાળો બોલી ધમકી આપતા મારામારી થઇ હતી. આ બનાવ સંદર્ભે વડતાલ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. નડિયાદ તાલુકાના ઉતરસંડા ગામે રહેતા સંજયભાઈ ધનજીભાઈ ઠાકોર યશ પાપડ ફેક્ટરીમાં નોકરી કરે છે. તેઓ ગઈકાલે નોકરી પરથી ઘરે ગયા હતા.
ત્યારે તેમના પિતા ધનજીભાઈને રાજુભાઈ દિનેશભાઈ ઠાકોર બોલાચાલી કરી ઝઘડતા હતા. આ ઝઘડામાં છોડાવવા દોડી આવેલા તેમના કાકા સુમનભાઈ તેમજ તેમના પિતા ધનજીભાઈને ઝપાઝપી થતાં ઈજા થઈ હતી.રાજુભાઇ અને તેમના સબંધીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે સંજયભાઈ ધનજીભાઈ ઠાકોરની ફરિયાદ આધારે વડતાલ પોલીસે રાજુભાઈ દિનેશભાઈ ઠાકોર, દીપકભાઈ બુધાભાઈ, મનીષભાઈ નારા ઉર્ફે નાનો ઠાકોર તેમજ સંજય નામના ઈસમ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.