વડતાલમાં નજીવી બાબતે બે પક્ષો વચ્ચે મારામારી
લાકડીથી માર મારી ધમકી આપી
બંને પક્ષોની ફરિયાદના આધારે સાત શખ્સો વિરૂદ્ધ સામસામે ગુનો દાખલ
વડતાલ રેલવે સ્ટેશન પાસે ઉતરાયણના રોજ બપોરના સવા એક વાગ્યે મહેશભાઈ ગોરવા અને અશોકભાઈ સોમાભાઈ માવી વચ્ચે બોલાચાલી થતી હતી. ત્યારે સ્ટેશન રોડ પર રહેતા અને કડિયાકામ કરતા પ્રકાશભાઈ ઉર્ફે પંકજ ગોરધનભાઈ તીતરિયા તેમને છોડાવવા ગયા હતા. ત્યારે મહેશભાઈ અપશબ્દો બોલતા હતા. જેથી તેમને અપશબ્દો બોલવાની ના પાડતા વિજય ઉર્ફે કાલુ રાવજીભાઈ તળપદાએ લાકડી લઈ આવી પ્રકાશભાઈને માથામાં મારી હતી. બુમાબુમ થતાં ફળિયાના અલ્પેશભાઇ ગોરધનભાઈ માવી, પ્રતાપભાઈ માવી, સતીષભાઈ દિનેશભાઇ માવી, અશોકભાઈ સોમાભાઈ માવી અને શંકરભાઈ બદીયાભાઈ માવી છોડાવવા દોડી ગયા હતા. આ વખતે વિજયનું ઉપરાણું લઈ તેનો ભાઈ અજયભાઇ રાવજીભાઈએ આવી પ્રકાશભાઈને ગડદાપાટુનો માર મારવા ફરી વળ્યો હતો. જોકે, આસપાસના લોકો આવી જતાં ચારેય શખ્સો ધમકી આપી નાસી છુટયા હતા. આ અંગે પ્રકાશભાઈએ વડતાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
સામાપક્ષે વિજય ઉર્ફે કાળુ રાવજીભાઈ તળપદાએ વડતાલ પોલીસ મથકે પ્રકાશ ઉર્ફે પંકજ ગોરધનભાઈ તીતરિયા, અશોકભાઈ સોમાભાઈ ભીલ, રાજુ ઉર્ફે કિશન બદાભાઈ ભીલ સામે ફરિયાદ નોંધાવી હતી.