સાવરકુંડલાના ભુવા ગામે સામાન્ય બાબતે બે પરિવારો વચ્ચે મારામારી
બન્ને પક્ષે ૧૨ લોકો વિરૃધ્ધ પોલીસ ફરિયાદ
કરિયાણાની દુકાને ઉધારમાં વસ્તુઓ લેતા હતા એ બાબતે ઠેકડી ઉડાડયા બાદ માથાકૂટ, લાકડી અને પાઇપથી હુમલો
પ્રાપ્ત માહિતી પ્રમાણે, સાવરકુંડલા રૃરલ પોલીસ મથક ખાતે ગોપાલભાઈ બાઘાભાઈ વાઘેલા
(મૂળ રહે.ચાંપાથળ) (ઉ.વ.૨૨) એ ફરિયાદ નોંધાવી હતી કે, ભુવા ગામે ખડકાળા
રોડ પર આવેલ રમેશભાઈ ગામેચાની દુકાને દુકાનદાર પૈસાની ઉઘરાણી બાબતને લઈને શાંતુબેન
કેશુભાઈ વાઘેલા ઠેકડી ઉડાડતા હતા. જે બાબતે ના પાડતા મનદુઃખ રાખીને શાંતુબેન
સહિતના અન્ય પાંચ લોકો કેશુભાઇ કરમશીભાઇ વાઘેલા, ભુપતભાઇ કરમશીભાઇ વાઘેલા, રમશીભાઇ જેરામભાઇ વાઘેલા, દેવચંદભાઇ કેશુભાઇ વાઘેલાએ ઝઘડો કરી યુવકને પાઇપ અને લાકડી
વડે માર મારતા ઈજાઓ થઇ હતી. જેને લઈને
પાંચેય લોકો વિરુદ્ધ સાવરકુંડલા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી.
સામે પક્ષે શાંતુબેન કેશુભાઈ વાઘેલા (ઉ.વ.૪૫) એ પણ ગોપાલભાઇ
બાઘાભાઇ વાઘેલા, બાવકુભાઇ
ધનાભાઇ વાઘેલા, બાઘાભાઇ ધનાભાઇ
વાઘેલા,શિકાબેન લાલાભાઇ પરમાર,ગીતાબેન બાઘાભાઇ વાઘેલા, રેશ્માબેન બાવકુભાઇ વાઘેલા, મંગુબેન નાનજીભાઇ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી આરોપ લગાવ્યો હતો
કે અનાજ કરિયાણું ઉધાર લેતા હતા અને ત્યાંથી
પાણી ભરવા જતા હતા. તે આરોપીઓને સારું નહિ લાગતા મનદુઃખ રાખીને ગોપાલભાઈ બાઘાભાઈ વાઘેલા
તથા અન્ય લોકોએ ઝઘડો લોખંડની પાઇપ વડે મહિલા અને તેના દીકરા દેવચંદભાઈને મારતા ઈજાઓ
થઇ હતી.