Get The App

છાણી ગામમાં સાયકલ હટાવવાના મુદ્દે પાડોશીઓ વચ્ચે મારામારી

- લાકડી અને ઇંટથી થયેલા હુમલામાં ત્રણને ઇજા: બંને પક્ષની સામસામે ફરિયાદ

Updated: Jan 28th, 2024


Google NewsGoogle News
છાણી ગામમાં સાયકલ હટાવવાના મુદ્દે પાડોશીઓ વચ્ચે મારામારી 1 - image


Image Source: Freepik

વડોદરા, તા. 28 જાન્યુઆરી 2024, રવિવાર 

છાણી ગામ બારિયા વગામાં સાયકલ હટાવવાના મુદ્દે પાડોશીઓ વચ્ચે ઝઘડો થતા લાકડી વડે સામસામે થયેલા હુમલામાં ત્રણને ઇજા  પહોંચી હતી. છાણી પોલીસે બંને  પક્ષની સામસામે ફરિયાદ નોંધી  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

છાણી  ગામ બારિયા વગામાં રહેતા રાજુભાઇ મોતીભાઇ સોલંકીએ છાણી  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે  કે, ગત તા.૨૭ મી એ સાંજે સાડા સાત વાગ્યે અમારા પાડોશમાં રહેતા માનસીંગભાઇ દલસુખભાઇ સોલંકીએ અમારા ભત્રીજા વહુ ભાવનાબેનને મોટેથી બૂમ પાડીને કહ્યું હતું  કે, વરંડામાં સાયકલ મૂકી છે,તે હટાવી લો. ભાવનાબેને કહ્યું હતું કે, આ જગ્યા તમારી માલિકીની નથી તો તમે કેમ સાયકલ હટાવવાનું કહો છો ? દરમિયાન માનસીંગભાઇના દીકરાઓ મહેશ,સુરેશ તથા સુરેશની વહુ ધર્મિષ્ઠા દોડી આવી ગાળો બોલવા લાગ્યા હતા. મહેશ અને સુરેશે લાકડી વડે મારા  પર હુમલો કરી કપાળના ભાગે ઇજા પહોંચાડી હતી. મારી ભત્રીજીને  પણ કપાળના ભાગે ઇજા પહોંચાડી હતી. માનસીંગ અને ધર્મિષ્ઠાબેને પણ ગાળો બોલી માર માર્યો હતો. તેઓએ ધમકી આપી હતી કે, આજે તો તમને પતાવી દેવાના જ છે. મેં બૂમાબૂમ કરતા મારી દીકરી દક્ષા અને અન્ય લોકોએ દોડી આવી અમને છોડાવ્યા હતા.

જ્યારે સામા પક્ષે ધર્મિષ્ઠાબેને ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે,અમારા ઘરના આવવા  જવાના રસ્તા પર મૂકેલી  સાયકલ હટાવી લેવાનું પાડોશમાં રહેતા ભાવનાબેનને કહેતા તેમણે ભાવનાબેન, તેમના કાકા રાજુભાઇ તથા પતિ જીજ્ઞોશભાઇએ ઝઘડો કરી લાકડી અને ઇંટ વડે હુમલો કર્યો હતો.


Google NewsGoogle News