વડોદરામાં સોમા તળાવ પાસે જાહેર રોડ પર ગાય દોડવતા લારીવાળા અને કારચાલક વચ્ચે ઝઘડો
image : Freepik
Vadodara Crime : વડોદરામાં ડભોઇ રોડ ગુણાતીત પાર્ક સોસાયટીમાં રહેતા વિજયભાઈ મોહનભાઈ બારીયા ફોર વ્હીલર ભાડે રાખી ડ્રાઇવિંગ કરે છે. પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત આઠમી તારીખે હું મારા ઘરેથી કાર લઇ સોમા તળાવ ચાર રસ્તા લુક હેર પોઇન્ટ સામે ઊભો હતો અને મુસાફરોને ગાડીમાં બેસાડતો હતો, તે દરમિયાન એક ગાય ડભોઈ રોડ તરફથી દોડતી દોડતી આવી અને પહેલા તે કાર પાસે ઉભેલી સફરજનની લારીવાળા તરફ ગઈ પોઇન્ટ ત્યારબાદ આ ગાય દોડતી દોડતી ખારી સીંગની લારી તરફ ગઈ હતી.
સોમા તળાવ ચાર રસ્તા પર ઉભેલા ખારીસિંગની લારીવાળાએ તું ગાયને કેમ ભગાડે છે તેમ કહી મારી સાથે ઝઘડો કર્યો હતો અને મોપેડની ડીકીમાંથી હથિયાર કાઢી મને મારવા માટે દોડ્યો હતો. ત્યારબાદ નજીકમાં ઉભેલા લોકોએ આ લારીવાળાને પકડી લીધો હતો. મેં પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પોલીસની ગાડી આવી હતી ત્યારે આ લારીવાળો ભાગી ગયો હતો. હું કાયમ મુસાફરો માટે સોમા તળાવ ચાર રસ્તા પાસે ઉભો રહેતો હોય લારીવાલો મારી સાથે ઝઘડો કરે તેવી મને બીક છે.