Get The App

વાઘોડિયા GIDCની કંપનીમાં ભીષણ આગ, ફાયરની સુવિધાને અભાવે ભારે તબાહી

Updated: Oct 23rd, 2024


Google NewsGoogle News
વાઘોડિયા GIDCની કંપનીમાં ભીષણ આગ, ફાયરની સુવિધાને અભાવે ભારે તબાહી 1 - image


Fire at Waghodia GIDC : વડોદરા નજીક આવેલી વાઘોડિયા જીઆઇડીસીની કંપનીમાં આજે સવારે ભીષણ આગ લાગતા વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. 

વડોદરા જિલ્લામાં વાઘોડિયા તાલુકાની જીઆઇડીસીમાં આવેલી જે.જે ફોમ નામની કંપનીમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.પરંતુ, આગ એટલી ભીષણ હતી કે ત્રણ કિલોમીટર વિસ્તારમાં તેના ધુમાડા અને જ્વાળા જોઈ શકાતી હતી.

વાઘોડિયા GIDCની કંપનીમાં ભીષણ આગ, ફાયરની સુવિધાને અભાવે ભારે તબાહી 2 - image

આ ઉપરાંત ફાયરની સુવિધા પણ ટાંચી પડતાં આગ ઝડપભેર ફેલાઈ હતી અને પ્લાન્ટને તબાહ કરી દીધો હતો. વાઘોડિયા જીઆઇડીસીમાં આવેલી મોટી કંપનીઓના ફાયર બ્રિગેડ મદદથી આવ્યા હતા. પરંતુ આગ કાબુમાં નહીં આવતા વડોદરા ફાયર બ્રિગેડને પણ બોલાવવામાં આવી હતી.


Google NewsGoogle News