સચિનના હોજીવાલામાં પ્લાયવુડ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ
- લાકડાના ગોડાઉનને લીધે આગ વિકરાળ બની, પાંચ કલાકે કાબૂમાં : પાંડેસરામાં કરિયાણા શોપમાં આગ લાગી
સુરત,:
સુરતમાં આગના
વધુ બે બનાવમાં સચીન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પ્લાયવૃડ ફેકટરી કમ લાકડાના ગોડાઉનમાં
આજે શુક્રવારે બપોર આગ ભડકી ઉઠતા ગંભીસ સ્વારૃપ
ધારણ કરતા ત્યાં અફડાતફડી મચી જવા પામી હતી. જ્યારે પાંડેસરામાં આજે વહેલી સવારે કરિયાણાની
દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી.
ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ સચીન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગેટ નં.-૨ પાસે પતરાના શેડમાં પ્લાયવૃડ ફેકટરી કમ લાકડાના ગોડાઉનમાં બનાવેલુ છે. જોકે ફેકટરીમાં આજે બપોરે કામદારો કમ કરવામાં વ્યસ્ત હતા ત્યારે આગ ભભૂકી ઉઠતા તમામ લોકો બહાર દોડી ગયા હતા અને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં સચીન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ અને સચીન જી.આઇ.ડી.સીની ફાયરની ગાડી ત્યાં પહોચીને આગ કાબુમાં લેવાની કોશિષ કરતા હતા. પણ લાકડાના લીધે આગે વિકરાળ સ્વરૃપ ધારણ કરતા વધુ પ્રમાણમાં ધુમાડા નીકળવા માંડયા હતા. દરમિયાન સુરતના બે ફાયર સ્ટેશની બે ગાડી ત્યાં પહોચીને ૫થી૬ કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના લીધે પ્લાયવૃડનો જથ્થો, લાકડાનો જથ્થો, મશીન, વાયરીંગ,પંખા સહિતના માલસામાન અને ચીજવસ્તુઓને નુકસાન થયુ હતું.
બીજા બનાવમાં પાંડેસરામાં રામ મંદિર પાસે ક્રિષ્ના નગરમાં રહેતા નાલુ પ્રધાન ઘરની પાસે કલ્યાણીની દુકાન ચલાવે છે. ગુરુવારે રાત્રે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. બાદમાં મોડી રાત્રે દુકાનમાં કોઈ કારણસર આગ ભડકી ઉઠી હતી. ફાયરબ્રિગેડે એકાદ કલાકમાં આગ બુઝાવી હતી. આગને લીધે ટી.વી, ફ્રીઝ, પંખા, ફર્નિચર, ટેબલ, ખુરશી, તેલના ડબ્બા સુકો મેવો સહિતનું કરિયાણું, પંખા, વાયરીંગ સહિત ચીવસ્તુઓને નુકસાન થયુ હતુ. આ બંને બનાવમાં કોઇ ઇજા જાનહાનિ થઇ નહી હોવાનું ફાયર ઓફિસરે કહ્યુ હતું.