Get The App

વાવાઝોડા વચ્ચે ભીષણ આગ, ભારે પવનથી ઓખા જેટ્ટી પર રહેલો કોલસાનો ઢગલો ભડકે બળ્યો

ભારે પવનને કારણે કોલસામાં ઘર્ષણ થતાં આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે

Updated: Jun 15th, 2023


Google NewsGoogle News
વાવાઝોડા વચ્ચે ભીષણ આગ, ભારે પવનથી ઓખા જેટ્ટી પર રહેલો કોલસાનો ઢગલો ભડકે બળ્યો 1 - image



ઓખાઃ હવે ખતરનાક સમય શરૂ થઈ ગયો છે. બિપરજોય વાવાઝોડુ આખરે જખૌમાં લેન્ડફોલ થયું છે. વાવાઝોડાની આંખનો વ્યાસ 50 કિ.મીનો છે. જખૌ પાસેથી વાવાઝોડાની આંખ પસાર થશે. હવે આ વાવાઝોડુ પૂર્ણ ગતિએ પહોંચશે. વાવાઝોડાની અસર આગામી પાંચ કલાક સુધી જોવા મળશે. દરિયાકાંઠે હાલ તોફાની પવન અને વરસાદ વરસી રહ્યો છે. કચ્છ અને સૌરાષ્ટ્ર માટે આગામી પાંચ કલાક ભારે છે. આ સ્થિતિમાં ઓખા બંદર પર કોલસાના ઢગલામાં આગ લાગવાની ઘટના બની છે. 

વાવાઝોડા વચ્ચે ભીષણ આગ, ભારે પવનથી ઓખા જેટ્ટી પર રહેલો કોલસાનો ઢગલો ભડકે બળ્યો 2 - image

જેટ્ટી પર કોલસાના ઢગલામાં આગ લાગી
વાવાઝોડુ કચ્છના જખૌના દરિયામાં લેન્ડફોલ થયું હોવાથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ પણ વરસી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના દરિયામાં ખતરનાક કરંટ હોવાથી કાંઠાના વિસ્તારોમાં પણ વાવાઝોડાની ભયંકર અસર જોવા મળી છે. વાવાઝોડાને કારણે ફૂંકાઈ રહેલા પવનોને લીધે ઓખા બંદર પર રાખવામાં આવેલા કોલસાના ઢગલામાં આગ લાગી છે. ભારે પવનને કારણે કોલસામાં ઘર્ષણને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.મહત્ત્વનું છે કે, એકબાજુ ઓખા બંદરે વાવાઝોડાને કારણે ઊંચા મોજા ઉછળી રહ્યા છે, તો બીજી તરફ જેટ્ટી પર કોલસાના ઢગલામાં આગ લાગી છે.

વાવાઝોડા વચ્ચે ભીષણ આગ, ભારે પવનથી ઓખા જેટ્ટી પર રહેલો કોલસાનો ઢગલો ભડકે બળ્યો 3 - image


Google NewsGoogle News