જામનગરના વીર સાવરકર ભવન આવાસમાં રહેતી વિદ્યાર્થીનીનો રહસ્યમય સંજોગોમાં ઝેરી દવા પી લઈ આપઘાત
Jamnagar Suicide Case : જામનગરમાં બેડી વિસ્તારમાં આવેલા વીર સાવકર ભવન આવાસમાં રહેતી એક વિદ્યાર્થીને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં બેડી વિસ્તારમાં વીર સાવરકર ભવનના આવાસના એક બ્લોકમાં રહેતી પાયલબેન મહેન્દ્રભાઈ ડોડીયા નામની 20 વર્ષની વિદ્યાર્થીની યુવતીએ ગત 3 તારીખે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે બેશુદ્ધ અવસ્થામાં જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં ગઈકાલે સારવાર દરમિયાન તેણીનો મૃત્યુ નીપજયું હતું.
આ બનાવ અંગે મૃતકના પિતા મહેન્દ્રભાઈ નાનજીભાઈ ડોડીયાએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ.એ.મકવાણા જી.જી.હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને પાયલબેનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, અને તેની એ ક્યા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું છે, તે જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.