રાજકોટમાં મહિલા તબીબેની ગળાફાંસો ખાઇ આત્મહત્યા
સૌ. કલા કેન્દ્ર નજીક એપાર્ટમેન્ટની ઘટના
મુળ માણાવદરના નાનડીયા ગામની મહિલા તબીબ બે ભાઇની એકલૈતી બહેન હતીઃ કારણ અંગે રહસ્ય
પ્રાપ્ત વિગત મુજબ,
એપાર્ટમેન્ટમાં ભાડે રહેતી ડો. જલ્પાએ ઘરે રૃમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી
ગળાફાંસો ખાઇ લીધો હતો. બહેનપણી ફોન કરતી હોય. પરંતુ જલ્પા રિસીવ કરતી ન હોવાથી તે
ફલેટ પહોંચી હતી. દરવાજો ખટખટાવવા છતાં જલ્પા ખોલતી ન હોવાથી સ્થાનિકોની મદદથી
દરવાજો તોડી અંદર જતાં જલ્પા ગળાફાંસો પાધેલી હાલતમાં મળી આવતા તેને તત્કાલ નીચે ઉતારી ખાનગી હોસ્પિટલમાં
ખસેડી હતી. જ્યાં તબીબે જલ્પાને મૃત જાહેર કરી હતી. મૃતકના પરિવારજનોને જાણ થતાં
તે રાજકોટ આવી પહોંચ્યા હતા. ગાંધીગ્રામ પોલીસે હોસ્પિટલે પહોંચી જરૃરી કાગળો કરી
મૃતદેહને પી.એમ. માટે સિવિલમાં ખસેડયોહતો.
મૃતક ડો. જલ્પા બે ભાઇની એકલૈતી બહેન હતી. પિતા ખેતી કામ
કરે છે. આપઘાત પાછળનું કારણ જાણવા ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ જારી રાખી છે.
પુત્રીનાં મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.