Get The App

સુરતના સરથાણા નેચર પાર્કમાં નવું મહેમાન આવ્યું : માદા રીંછ રિદ્ધિએ બચ્ચાને જન્મ આપ્યો

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
સુરતના  સરથાણા નેચર પાર્કમાં નવું મહેમાન આવ્યું : માદા રીંછ રિદ્ધિએ બચ્ચાને જન્મ આપ્યો 1 - image


Surat Sarthana Nature Park  : સુરત મહાનગર પાલિકાના સરથાણા ખાતે આવેલ પ્રાણી સંગ્રહાલયમાં આજે માદા રીંછ દ્વારા તંદુરસ્ત બચ્ચાને જન્મ આપતાં પ્રાણી સંગ્રહાલયમાં ફરજ બજાવતાં કર્મચારીઓમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે. બાળ રીંછ અને માદા રીંછની માવજત અને તકેદારી રાખવા માટે નેચર પાર્કનો સ્મોટાફ સતત મોનીટરિંગ કરી રહ્યો છે. હાલમાં માદા રીંછ અને તેના બાળકની સવિશેષ કાળજી લેવામાં આવી રહી છે. 

સુરત મહાનગર પાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં સને 2018માં માદા રીંછનો જન્મ થયો હતો. પ્રાણી સંગ્રહાલયના સ્ટાફ દ્વારા માદા રીંછનું નામ રિદ્ધિ રાખવામાં આવ્યું હતું. આ માદા રીંછ રિદ્ધિએ આજે બચ્ચાને જન્મ આપ્યો હતો. હાલમાં નેચર પાર્કના તબીબ અને સ્ટાફ દ્વારા હાલમાં બાળ રીંછ અને રિદ્ધિની સવિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે અને તેના માટે પાંજરામાં આવેલ નાઈટ શેલ્ટર રૂમમાં સીસીટીવીના આધારે બંનેનું મોનિટરીંગ કરવામાં આવ્યું હતું. નેચર પાર્કના તબીબના જણાવ્યા મુજબ હાલમાં નવજાત રીંછ તંદુરસ્ત જણાઈ રહ્યું છે અને રિદ્ધિની પણ પુરતી કાળજી લેવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં નેચર પાર્કમાં ત્રણ માદા રીંછ અને એક નર રીંછ વસવાટ કરી રહ્યા છે અને હવે વધુ એક નર બાળકનો જન્મ થતાં આ સંખ્યા વધીને પાંચ થવા પામી છે. 


Google NewsGoogle News