વડોદરા શહેર જિલ્લામાં બેવડી ઋતુનો અહેસાસ : શિયાળાની ઋતુમાં ગરમીનો પારો 19.2 ડિગ્રી સેલ્સિયસ થયો
Vadodara Weather : વડોદરા શહેર જિલ્લામાં લોકો બેવડી ઋતુનો અહેસાસ કરી રહ્યા છે દિવસે ગરમી અને રાત્રે ઠંડીને કારણે લોકો પરેશાન બન્યા છે ત્યારે છેલ્લા બે દિવસથી ફરી ગરમીનો પારો ઊંચો જતા ઠંડીમાં ઘટાડો થયો છે.
શિયાળાની ઋતુમાં ઠંડીનો માહોલ જામવાને બદલે દિન પ્રતિદિન પારો ઊંચે જતા શહેરીજનોને હવે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આજે ઉષ્ણતામાનનો પારો 0.8 ડિગ્રી સેલ્સિયસ ઊંચાઈ એ ગયો હતો. જે ગઈકાલ કરતા 0.8 સેલ્સિયસ વધુ છે. પ્રદૂષણના કારણે ઋતુચક્રમાં ફેરફાર થઈ રહ્યો છે ત્યારે શિયાળાની મોસમમાં હાલ ઠંડીના દિવસો હોવા છતાં પણ ઉષ્ણતામાનનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે. પાંચ દિવસ અગાઉ પારો 14.6 ડિગ્રી સેલ્સિયસ હતો. જેમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ગઈકાલે ઉષ્ણતામાનનો પારો વધીને 18.4 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યો હતો. પરિણામે લોકોને ગરમીનો અહેસાસ થવા માંડ્યો હતો. જેમાં આજે વધુ 0.8 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે અને આજે તાપમાનનો પારો વધીને 19.2 ડિગ્રી સેલ્સિયસે પહોંચતા જ લોકોને સવારથી જ પંખા શરૂ કરવાનો વખત આવ્યો છે.