Get The App

જો વળતર નહીં મળે તો ખેડૂતો દ્વારા આત્મવિલોપનની ચીમકી

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે બેઠક યોજાઈ : વૃક્ષોનું આડેધડ નિકંદન, સંપાદન અને વળતર વિના ધાકધમકીથી કામગીરી

Updated: Dec 6th, 2024


Google NewsGoogle News
જો વળતર નહીં મળે તો ખેડૂતો દ્વારા આત્મવિલોપનની ચીમકી 1 - image

પાદરા,પાદરા-જંબુસર રોડ ફોર લેન બનાવવાની કામગીરીમાં ખેડૂતોના વિરોાૃધને લીાૃધે વિવાદ વધુ ના વકરે તે માટે આજ રોજ પાદરા તાલુકા મામલતદાર કચેરી ખાતે પ્રાંત અિાૃધકારી અને ખેડૂતો વચ્ચે ાૃથયેલી બેઠક યોજાઈ હતી. ખેડૂતોએ વળતરની માંગ કરવાની સાાૃથે કલમ-૪ જે તે સમયનું પ્રાાૃથમિક અને આખરી જાહેરનામું માગીને વળતર નહિ ચૂકવવામાં આવે તો આત્મવિલોપન કરવાની તૈયારી બતાવી હતી.

પાદરા-જંબુસર હાઈવે રોડ ફોર લેન બનાવવાની કામગીરીમાં પાદરા વડુ, મુવાલ, માસરરોડ, કણઝટ સુધીના રોડ પર ખેડૂતોને જમીનનું વળતર આપ્યું નથી. જમીન સંપાદન નહિ કરેલ હોવાથી છેલ્લા ઘણા દિવસોથી પાદરા, ડભાસા રોડ, વડુ સહિતના ખેડૂતો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટરો, આર એન્ડ બીના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે આક્ષેપ-પ્રતિ આક્ષેપો સાથે ઘર્ષણ થાય છે, હોબાળો થતો હોવાથી હાલમાં કામગીરી બંધ છે.

ગઈકાલે વડુ ગામ નજીક ખેતરમાંથી રોડ કોન્ટ્રાક્ટરો હથિયારધારી પોલીસ લઈને બળપ્રયોગ કરી રોડનું કામ કરવાનો પ્રયત્ન કરતા ખેડૂત પરિવાર સહિત ગવાસદ, વડુ, મુવાલ, મહુવડ, નવાપુરા સહિતના ખેડૂતો ભેગા થયા હતા, અને વિરોધ દર્શાવ્યો હતો. પૂર્વ ધારાસભ્ય જિલ્લા પંચાયત સદસ્ય વગેરે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ અને રોડ કોન્ટ્રાક્ટર પાસે ખેડૂતોની જમીન પર રોડ બનાવવાના પૂરાવા માંગતા તેઓ આપી શકયા ન હતા. જેથી માજી ધારાસભ્યે કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાને ટેલિફોનિક વાત કરી ખેડૂતોના વળતર વિષે સરકારમાંથી મળેલી બાંયધરી અંગે રજૂઆત કરતા ખેડૂતો સાથે ચર્ચા કરવાની ખાતરી આપી હતી. જેથી આજરોજ બેઠક યોજાઈ હતી.

ખેડૂતોએ બેઠકમાં કહ્યું હતું કે, જમીન સંપાદન કરવામાં આવી નથી. જમીનના વળતર મળ્યા નથી. જમીનોમાંથી આડેધડ વૃક્ષનું નિકંદન કરવામાં આવ્યું છે, ખેડૂતોએ કલમ-૪ નું જે તે સમયનું પ્રાથમિક અને આખરી જાહેરનામું, એવોર્ડ, કબજા પાવતી અને વળતરની વિગતો આપવાની સાથે ખેડૂતોને ધાકધમકી અપાતી હોવાના આક્ષેપો કર્યા હતા. જો વળતર આપવામાં  નહિ આવે અને ન્યાય નહિ મળે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. 


Google NewsGoogle News