Get The App

સુરત સહિત નવસારી, વલસાડ, ધરમપુર સહિતના વિસ્તારોમાં કેરીનો પાક તૈયાર થઇ રહ્યો છે ત્યારે આંબાવાડીના ખેડૂતો ટેન્શનમાં

દક્ષિણ ગુજરાતમાં કમોમસી વરસાદની આગાહીથી ચિંતા

Updated: Feb 28th, 2024


Google NewsGoogle News
સુરત સહિત નવસારી, વલસાડ, ધરમપુર સહિતના વિસ્તારોમાં કેરીનો પાક તૈયાર થઇ રહ્યો છે ત્યારે આંબાવાડીના ખેડૂતો ટેન્શનમાં 1 - image


- કેરીનું ઉત્પાદન ઘટવાની અને પાકમાં ભૂકીછારો અને મઘીયો આવવાની ભીતિ

     સુરત

હવામાન વિભાગ દ્વારા અચાનક કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. અને દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, સુરત, ધરમુપર સહિતના વિસ્તારોમાં કેરીનો પાક તૈયાર થઇ રહ્યો છે. અને હવામાન વિભાગની આગાહીથી ખેત નિષ્ણાંતો દ્વારા કેરીના ઉત્પાદનમાં ઘટાડો થવાની શકયતા વ્યકત કરાઇ છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ૧ અને ૨ માર્ચના રોજ કમોસમી વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવતા કેરીનો પાક લેતા ખેડુતોમાં ચિંતાનું મૌજુ ફરી વળ્યુ છે. ખેતી અધિકારીના જણાવ્યા મુજબ છેલ્લા બે દિવસથી વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે.વાદળછાયુ વાતાવરણની સાથે સાથે બપોરે ગરમીનો પણ અનુભવ થાય છે. આ સંજોગોમાં આંબાની ખેતી કરતા ખેડુતોને કેરીના પાકમાં જીવાત આવવાની શકયતા નકારી શકાય તેમ નથી. જેથી કેરીના ઉત્પાદનમાં ઘટાડાની શક્યતા છે. આ વાતાવરણ વચ્ચે કેરીના પાકમાં ભૂકીછારો અને મધીયો આવવાની શકયતા છે. જો આંબા પર ફુલ આવી ગયા હોય અને કળી બેસવાની શરૃઆત થઇ ગઇ હોય તો એક હળવુ પિયત દવાના છંટકાવ બાદ તુરંત આપી દેવુ જોઇએ. જે ખેડુતોના આંબાના પાકમાં કણી બેસી ગઇ હોય અને વટાળા જેવી કેરી થઇ ગઇ હોય તો નેપ્થેલીક એસીટીક એસિડ ચાર ગ્રામ પાવડર ૨૦૦ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવાથી કેરીનું ખરણ અટકાવી શકાય છે.

અન્ય પાકોને નુક્સાન અટકાવા કાપણી કેરલો પાક ઢાંકી દેવા અને બે દિવસ જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ ટાળવા ખેડૂતોને સૂચન કરાયું છે. દરમિયાન આજે સુરત શહેરમાં આજનું તાપમાન ૩૬.૨ ડિગ્રી, લઘુતમ તાપમાન ૨૧.૨ ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ ૩૪ ટકા, હવાનું દબાણ ૧૦૦૯.૬ મિલીબાર અને ઉતર-પશ્રિમ દિશામાંથી કલાકના સાત કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. 


Google NewsGoogle News