Get The App

સૌરાષ્ટ્ર-કચ્છમાં લીલા દુષ્કાળની ભીતિ, 5 જિલ્લામાં દોઢથી અઢી ગણો વરસાદ, ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
સૌરાષ્ટ્ર-કચ્છમાં લીલા દુષ્કાળની ભીતિ, 5 જિલ્લામાં દોઢથી અઢી ગણો વરસાદ, ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા 1 - image


સરકાર પાસે ત્વરિત સર્વે અને સહાયની માંગણી કરતા ભૂમિપુત્રો  : રાજ્યમાં 11 ટકા, સૌરાષ્ટ્રમાં 24 ટકા વધુ વરસાદ અને હજુ વરસાદ જારી  : અસમતોલ અતિશય વરસાદથી કૃષિ પાકને વ્યાપક નુક્સાન થયું

Gujarat Rain Updates | સૌરાષ્ટ્ર-કચ્છમાં ગત 5 દિવસમા કેટલાક સ્થળોએ અતિશય ધોધમાર અતિ વૃષ્ટિ થતા હવે લીલા દુષ્કાળનો ભય સર્જાયો છે. હજુ ચોમાસુ અને વરસાદની આગાહી તો જારી છે ત્યાં જ મોરબી જિ.માં  145 ટકા, જામનગર જિ.માં 159 ટકા, દ્વારકા જિલ્લામાં 251 ટકા (અઢી ગણો), પોરબંદરમાં 180  ટકા અને જુનાગઢમાં 152 ટકા (દોઢ ગણો) વરસાદ વરસી ગયો છે અને આ વરસાદ પણ સમતોલ દરેક તાલુકામાં સમાન રીતે નહીં પણ જ્યાં ખાબક્યો ત્યાં એક સાથે ખાબક્યો છે જેથી કૃષિપાકનું ધોવાણ થયું છે.

રાજ્યના 37 તાલુકામાં 140 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે અને મેન્યુઅલ પ્રમાણે જ્યાં નોર્મલ 100 ટકા કરતા 40 ટકાથી વધુ વરસાદ વરસાદ હોય ત્યાં લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ ત્યારે સરકારે માત્ર અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાતો લેવાને બદલે સરકારે લીલો દુષ્કાળ જાહેર કરીને નુક્શાનીનો સર્વે જે અગાઉ પૂરો થયો નથી તેનો દેખાડો કરવાને બદલે ત્વરિત સહાય આપવા માંગણી કરી છે. 

આ ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ખેડૂતોએ પાકનું ધોવાણ થયાની ફરિયાદો કરી છે જ્યાં ત્વરિત સર્વે અને સહાયની જરૂર છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રમાં થયો છે જે નોર્મલ કરતા બમણો છે. અને હજુ આગામી સપ્તાહે પણ સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ભારે વરસાદની આગાહી-પૂર્વાનુમાન છે જે ધ્યાને લઈને ભૂમિપુત્રોને તાકીદે સહાયની માંગ ઉઠી છે. 


Google NewsGoogle News