Get The App

લખતર શહેરમાં પીજીવીસીએલની બેદરકારીથી અકસ્માતનો ભય

Updated: Jan 23rd, 2025


Google NewsGoogle News
લખતર શહેરમાં પીજીવીસીએલની બેદરકારીથી અકસ્માતનો ભય 1 - image


- તંત્રને અનેકવખત રજૂઆત છતાં સમસ્યા ઠેરની ઠેર

- વીજ તાર નમી જતાં કારખાનાના ગેઈટને અડતા જાનહાની થવાની શક્યતા

સુરેન્દ્રનગર : લખતર શહેરી વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વિજતંત્રની બેદરકારીની અવાર-નવાર ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે વધુ એક વખત પીજીવીસીએલની બેદરકારીના કારણે જાનહાની થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

લખતર શહેરમાં આવેલી ખોડીયાર મારબલ નજીક મેઈન લાઈનનો વીજ તાર નમેલી હાલતમાં હોવાથી કારખાનાના ગેઈટ ખોલતા અને બંધ કરતી વખતે અથડાતા ગમે ત્યારે નાની-મોટી જાનહાની તેમજ જાનમાલને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. આ મામલે કારખાનાના માલિક દ્વારા છેલ્લા આઠ મહિનાથી પીજીવીસીએલ તંત્રને લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતની કામગીરી કરવામાં ન આવતાં વીજતંત્ર સામે રોષ દાખવ્યો હતો. તેમજ વીજતંત્ર દ્વારા ત્રણ મહિના પહેલા જે જગ્યાએ પોલ નાંખવાનો છે ત્યાં માત્ર વીજ પોલ મુકી દીધો છે પરંતુ ત્યાર બાદ તેમાં વીજ જોડાણ સહિતની કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. આ અંગે અધિકારીનો સંપર્ક કરતા ખોદકામ અરજદારને જાતે કરવું પડશે તેવા જવાબો આપવામાં આવ્યા હતા. આમ લખતર તાલુકામાં પીજીવીસીએલ તંત્રની કામગીરીથી વેપારીઓ સહિત સ્થાનિક રહિશો ત્રસ્ત બની ગયા છે. આ મામલે યોગ્ય રીતે અને ઝડપથી લટકતી વીજ લાઈનને વ્યવસ્થિત કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.



Google NewsGoogle News