Get The App

બગસરામાં પિતા-પુત્રીના સંબંધોને લાંછન લગાવતો કિસ્સો, દુષ્કર્મ આચરનાર હેવાન પિતાની ધરપકડ

Updated: Mar 11th, 2025


Google News
Google News
બગસરામાં પિતા-પુત્રીના સંબંધોને લાંછન લગાવતો કિસ્સો, દુષ્કર્મ આચરનાર હેવાન પિતાની ધરપકડ 1 - image


Amreli News:  બગસરા તાલુકાના ગ્રામ્યવિસ્તારની ધોરણ અગિયારમાં અભ્યાસ કરતી સગી દીકરી સાથે પિતા દુષ્કર્મ આચરતો હોવાની દીકરીના ફોઇએ બગસરા પોલીસ મથકમાં હરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે આરોપી પિતા વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. 

આ બાબતે પીડિતા દીકરીના ફોઇએ બગસરા પોલીસને જાણ કરી હતી કે ભોગ બનનાર દીકરીના મમ્મી અને તેના ભાઇના આશરે 10 વર્ષ પહેલાં છૂટાછેડા થઈ ગયા છે. જ્યારે શનિવારે રાત્રિના મારો ભાઈએ નોકરી પરથી પરત આવીને જમવા તથા સુવા બાબતે બોલાચાલી કરી માથાકૂટ કરી હતી. ત્યારે ભોગ બનનાર દીકરીને પૂછતા તેમણે કહ્યું કે મારે અહીંયાથી જતું રહેવું છે, મારા પપ્પા મારી સાથે છેલ્લા બે મહિનાથી દુષ્કર્મ ગુજારી રહ્યા છે. 

પીડિતાએ જણાવ્યું હતું કે તેના પિતા વારંવાર ધમકી આપતાં હતા કે 'જો તું આ બાબતની જાણ કોઈને કરીશ તો હું તને મારી નાખીશ'.  આવી ધમકી આપીને મારી સાથે અવારનવાર દુષ્કર્મ આચરતા હતા અને દરરોજ મારઝૂડ કરતા હતા. જે બાબતે ભોગ બનનાર દીકરીએ આ બાબતે તેના ફોઇને જાણ કરતા બગસરા પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ નોંધાવી હતી.

Tags :
BagasaraAmreliGujarat-Police

Google News
Google News