Get The App

ઘોર કળિયુગ: પિતાએ જ દીકરીને 3 લાખ રૂપિયામાં વેચી, હિંમતનગર અપહરણ કેસમાં નવો ઘટસ્ફોટ

Updated: Dec 23rd, 2024


Google NewsGoogle News
ઘોર કળિયુગ: પિતાએ જ દીકરીને 3 લાખ રૂપિયામાં વેચી, હિંમતનગર અપહરણ કેસમાં નવો ઘટસ્ફોટ 1 - image


Himatnagar Kidnapping Case: હિંમતનગરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 7 વર્ષની સગીરાને 3 લાખ રૂપિયામાં વેચી દીધાની કોર્ટના આદેશ પછી ફરિયાદ નોંધાઈ હતી. એક પરિવાર પાસે વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી મારામારી પછી બે શખસે સહિત એક મહિલાએ બળજબરીપૂર્વક 7 વર્ષની સગીરાને ઉઠાવી રાજસ્થાનમાં રૂપિયા 3 લાખમાં વેચી દીધી હતી. આ મામલે પોલીસે એક મહિલા સહિત 3 આરોપીઓની ઘરપકડ કરી હતી. જેની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો હતો કે, વ્યાજના ચક્કરમાં ફસાયેલા પિતાએ જ પોતાની દીકરીને વેચી દીધી હતી.

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, બાળકીના પિતાને દેવું થઈ જતા બાળકીને રાજસ્થાન વેચી નાખી હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસે બાળકીના પિતા સહિત 6 આરોપી સામે ફરિયાદ નોંધી છે. પિતાએ પોલીસને ગેરમાર્ગે દોરી હતી કે, તેની દીકરીને વ્યાજખોરો ઉઠાવી ગયા હતી. પરંતુ પોલીસે તપાસ કરતા મામલો સામે આવ્યો કે તેના પિતાને દેવું થતા દીકરીને 3 લાખ રૂપિયામાં વેચી નાખી હતી. આ બાળકીને વેચવામાં પિતા સહિત કાકાનો પણ હાથ હતો.

આ પણ વાંચો: લુખ્ખાઓની છેડતીના ભયથી શાળામાંથી દીકરીઓના નામ કઢાવી રહ્યા છે વાલીઓ, મ્યુનિ. કાઉન્સિલરોનો આક્ષેપ


આ સમગ્ર ઘટનામાં બાળકીને રાજસ્થાનમાં અલવરમાં વેચવામાં આવી હતી,18 વર્ષ બાદ ઉમેદ નટ સાથે પરણાવવાનો કરાર પણ બાળકીના પિતાએ કર્યો હતો તો લગ્ન કરવાના ઇરાદે ઉમેદ નટે બાળકી ખરીદી હતી અને બાળકીને અલવરથી હિંમતનગર લાવવામાં આવી છે. હાલમાં 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને બે આરોપીઓ ફરાર છે, તેની શોધખોળ હાથ ધરી છે.

ત્રણેય આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર

ઉલ્લેખનીય છે કે, અગાઉ પોલીસે અર્જુન નટ, સરીફાબેન નટ અને લખપતિ નટ સામે બાળ તસ્કરીના ગુના હેઠળ હિંમતનગર એ-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધી છે. જેમાં બીએનએસ કલમ 137(2), 143(4), 115(2), 351(3), 54 તથા ગુજરાત મનીલેન્ડસ એક્ટ ક.40, 42 મુજબની કલમો ઉમેરાઈ છે. આ ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરાતાં 27/12/24 સુધીના રિમાન્ડ મંજૂર થયા છે.

ઘોર કળિયુગ: પિતાએ જ દીકરીને 3 લાખ રૂપિયામાં વેચી, હિંમતનગર અપહરણ કેસમાં નવો ઘટસ્ફોટ 2 - image


Google NewsGoogle News