Get The App

19 વર્ષની પુત્રીના શરીરે હાથ ફેરવી કપડાં ઉતારવા કોશિષ કરી સગા પિતા દ્વારા અડપલાં

બિમાર રહેતી માતા બહાર ગઈ હોય ત્યારે દીકરીને એકલી ભાળી કાપડ વેપારીએ છેલ્લા 15 દિવસમાં ત્રણ વખત અડપલાં કર્યા હતા

માતા-પિતાના વિખવાદને પગલે મામાને ત્યાં ઉછરેલી યુવતી દોઢ વર્ષથી જ તેમની સાથે રહે છે : પિતાને જેલભેગા કરાયા

Updated: Nov 12th, 2024


Google NewsGoogle News
19 વર્ષની પુત્રીના શરીરે હાથ ફેરવી કપડાં ઉતારવા કોશિષ કરી સગા પિતા દ્વારા અડપલાં 1 - image


- બિમાર રહેતી માતા બહાર ગઈ હોય ત્યારે દીકરીને એકલી ભાળી કાપડ વેપારીએ છેલ્લા 15 દિવસમાં ત્રણ વખત અડપલાં કર્યા હતા

- માતા-પિતાના વિખવાદને પગલે મામાને ત્યાં ઉછરેલી યુવતી દોઢ વર્ષથી જ તેમની સાથે રહે છે : પિતાને જેલભેગા કરાયા


સુરત, : સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા કાપડ વેપારીએ બિમાર પત્નીની ગેરહાજરીમાં છેલ્લા 15 દિવસમાં ત્રણ વખત 19 વર્ષની સગી દીકરીના શરીરે હાથ ફેરવી કપડાં ઉતારવાની કોશિષ કરી અડપલાં કરતા આખરે યુવતીએ વતન સારવાર માટે ગયેલી માતાને જાણ કરી હતી.વતનથી સુરત આવેલી માતાએ આ અંગે કાપોદ્રા પોલીસ મથકમાં પતિ વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે પતિની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ સૌરાષ્ટ્રના વતની અને સુરતમાં 40 વર્ષીય પત્ની અર્ચનાબેન ( નામ બદલ્યું છે ), 19 અને 9 વર્ષની બે દીકરી સાથે કાપોદ્રા વિસ્તારમાં રહેતા 40 વર્ષીય સીતારામભાઈ કાપડ વેપારી છે.સીતારામભાઈના પત્ની અર્ચનાબેનને આંખ આંઉં તાવની તકલીફ હોય તે ગત 29 ઓક્ટોબરના રોજ નાની દીકરીને લઈ સારવાર માટે પિયર સૌરાષ્ટ્ર ગયા હતા.જયારે તેમની મોટી દીકરી સ્વીટી ( નામ બદલ્યું છે ) અહીં પિતા સાથે રોકાઈ હતી.દરમિયાન, ગત પહેલીના રોજ સ્વીટીએ તેના મામાને ફોન કરી અર્ચનાબેનને જાણ કરી હતી કે તેમના ગયા બાદ તે તેના રૂમમાં સૂતી હતી ત્યારે મળસ્કે ચાર વાગ્યે પિતા રૂમમાં આવીને તેની પાસે સુઈ ગયા હતા.બાદમાં તેની છાતી ઉપર હાથ ફેરવી પાયજામો ઉતારી આખા શરીરે હાથ ફેરવતા સ્વીટીએ તેમને રોક્યા હતા.તે સમયે સીતારામભાઈએ પોતે ઊંઘમાં છે તેવું કહ્યું હતું.

19 વર્ષની પુત્રીના શરીરે હાથ ફેરવી કપડાં ઉતારવા કોશિષ કરી સગા પિતા દ્વારા અડપલાં 2 - image

જોકે, પત્નીની ગેરહાજરીમાં છેલ્લા 15 દિવસમાં આવી કરતૂત ત્રણ વખત કરી હોય ગત આઠમીના રોજ અર્ચનાબેન પિયરથી સુરત પરત આવ્યા હતા.જોકે, તેમની તબિયત બરાબર ન હોય સ્મીમેર હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ આખરે ગતરોજ તેમણે પતિ વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે સીતારામભાઈની ધરપકડ કરી હતી.પોલીસ તપાસમાં વધુમાં જાણવા મળ્યું હતું કે માતા-પિતાના વિખવાદને પગલે મામાને ત્યાં ઉછરેલી યુવતી દોઢ વર્ષથી જ તેમની સાથે રહે છે.વધુ તપાસ પીએસઆઈ ડી.એ.રાઠોડ કરી રહ્યા છે.


Google NewsGoogle News