સગીર દિકરીનું શાળા છુટયા બાદ અપહરણ થયાની પિતાની ફરિયાદ
સર્વોદય વિદ્યાલયમાં ભણવા જતી
શાળામાં ધોરણ-૧૧માં સુધીનો અભ્યાસ પુરો થયા બાદ ધોરણ-૧૨ માટે ક્લાસ શરૃ કરવામાં આવ્યાના પ્રથમ દિવસે જ બનાવ
ગાંધીનગર : ન્યુ ગાંધીનગરમાં આવેલી સર્વોદય વિદ્યાલયમાં ધોરણ ૧૧માં સુધીનો અભ્યાસ પુરો થયા બાદ ધોરણ ૧૨ માટે ક્લાસ શરૃ કરવામાં આવ્યાના પ્રથમ દિવસે જ અભ્યાસ બાદ શાળામાંથી બહાર નીકળેલી સગીર વયની વિદ્યાર્થીનીનું અપહરણ થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. સગીર દિકરીના પિતા દ્વારા આ સંબંધે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવતાં ઇન્ફઓસિટી પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૃ કરવામાં આવી છે.
ગાંધીનગર રોજગારી રળવા આવેલા અને બીઝનેશ પાર્કમાં ખાનગી
પેઢીમાં નોકરી કરતા પિતા દ્વારા નોંધવવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યા
પ્રમાણે તેની ૧૬ વષય દિકરી સર્વોદય વિદ્યાલયમાં ભણે છે. ધોરણ ૧૧માનો અભ્યાસ પુરો
થયાના પગલે ધોરણ ૧૨માં બોર્ડની પરીક્ષા આવતી હોવાથી શાળા દ્વારા બાળકોને સમયસર
તૈયારીઓ કરાવવા માટે તારીખ ૨૫મીથી ધોરણ ૧૨ના ક્લાસ શરૃ કરાવવામાં આવ્યા હતાં. જેના
પગલે સવારે ૮ વાગ્યાના અરસામાં ફરિયાદીના પત્ની સગીર દિકરીને શાળા પર મુકી આવ્યા
હતાં. ૧૦ વાગ્યે શાળા છુટયા બાદ બપોર સુધી દિકરી ઘરે નહીં આવતાં પત્નીએ પતિને જાણ
કરતાં તેઓ શાળા પર દોડી ગયા હતાં. પરંતુ શાળા બંધ હતી. જેથી તપાસ કરતાં દિકરી તેની
બહેનપણીઓ સાથે શાળામાંથી બહાર નીકળીને ઘરે જવા માટે રીક્ષામાં બેઠી હોવાનું જાણવા
મળ્યુ હતું. આસપાસના રીક્ષા સ્ટેન્ડ પર પણ પિતાએ તપાસ કરી હતી. પરંતુ કોઇ પરિણામ
નહીં મળતા આખરે પોલીસનું શરણુ લીધુ હતું.