ઉછીના આપેલા રૂપિયાની માંગણી કરતા યુવક પર પિતા પુત્રનો હુમલો
વડોદરા ગોરવા વિસ્તારમાં રહેતા યુવકે કંપનીમાં સાથે નોકરી કરતા મિત્ર અને દોઢ લાખ રૂપિયા આપ્યા હતા. જે રૂપિયાની વારંવાર માંગણી કરતા તેણે યુવક નો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. હોસ્પિટલમાં એડમિટ હોવાના ખોટા બહાના બતાવતો હતો. દરમિયાન અમિત નગર વિસ્તારમાં મિત્રોને તેના પિતા ઉભા હોય રૂપિયાની માંગણી કરતા બંને જણાય યુવકને માર માર્યો હતો અને મિત્રએ તો આંગળી પર બચકું ભરી લીધું હોય લોહી લુહાણ થઈ ગયું હતું. ઇજાગ્રતને સારા માટે ખસેડાયો હતો. હરણી પોલીસે પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં હરસિધ્ધિ વાટિકા સોસાયટીમાં રહેતા આસિષભાઈ અખીલેસ મિશ્રાએ ફરીયાદ નોંધાવી છે હું અટલાદરા ખાતે આવેલ સિઓક્સ ગ્લોબલ પ્રા.લી.કંપનીમાં નોકરી કરૂ છું. 27 ડિસેમ્બર 2023ના રોજ મારી સાથે નોકરી કરતા મિથીલ કલ્યાણ પટવાને રૂપિયા દોઢ લાખ આપ્યા હતા. તેઓના મોબાઈલ ઉપર ફોન ઉપર અવારનવાર ફોન કરી રૂપિયાની માંગણી કરવા જતા તેઓએ મારો ફોન રિસીવ કરવાનુ બંધ કરી દિધૂ હતું અને આ મિથીલ પટવા અમિતનગર પાસે આવેલ બનારસી પાનના ગલ્લા ઉપર સિગરેટ પીવા માટે આવતો હોવાની ખબર પડતા મે તેઓના પિતાને ફોન કરતા તેઓએ જણાવેલ કે હું આઈ.સી.યુ.મા છું અને હું તને કાલે ફોન કરીશ. હું અમિતનગર બનારસી પાનના ગલ્લા ત્યાં ઊભો હતો. તે વખતે બપોરના આશરે સાડા બાર વાગ્યાના સુમારે મિથિલ કલ્યાણ પટવા તથા તેઓ કનૈયાલાલ પટવા પાનના ગલ્લા ઉપર આવતા મે તેઓ પાસે જઈ મિથિલને પુછેલ કે તું મારા રૂપિયા ક્યારે આપવાનો છે અને તેઓના ઘરનું સરનામું પુછતા તેઓએ સરનામું બતાવાની ના પાડેલ અને બન્ને જણા ત્યાથી નિકળી જતા હોઇ મે ૧૦૦ નંબ ઉપર ફોન કરી પોલીસ બોલાવવા જતા તેઓએ મારો ફોન મારા હાથમાથી લઈ લીધો હતો અને મારી સાથે બન્ને ભાપ-દિકરાએ ગાળાગાળી કરી છુટા હાથની મારામારી કરવા લાગ્યા હતા. મિથીલે મને ડાબા હાથની મોટી આંગળી ઉપર બચકુ ભરી લેતા મને લોહી નિકળવા લાગ્યું હતું અને મને બન્ને જણાએ મને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યારબાદ આ બન્ને જણા ત્યાથી જતા રહયા હતા. હરણી પોલીસે યુવકની ફરિયાદના આધારે પિતા પુત્ર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.