Get The App

તહેવાર ટાણે જ માતમ છવાયો: માંડવીના દરિયામાં નહાવા પડેલા પિતા-પુત્રના મોત

Updated: Nov 4th, 2024

GS TEAM


Google News
Google News
તહેવાર ટાણે જ માતમ છવાયો: માંડવીના દરિયામાં નહાવા પડેલા પિતા-પુત્રના મોત 1 - image


Death Due To Drowning In Kutch: કચ્છમાં માંડવીના દરિયાકાંઠે નવા વર્ષની ઉજવણી માટે ફરવા ગયેલા પિતા પુત્રનું દરિયામાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યુ હતું. અંજારના કિશોર ગાંગજી મહેશ્વરી અને તેમના પુત્ર ડેનિસ દરિયામાં નહાવા પડ્યા હતા. આ દરમિયાન મોજા ઉછડયા અને તેમાં ખેંચાઈ જવાથી બંનેનું મૃત્યુ થયું હતું. સ્થાનિક તરવૈયાઓની મદદથી પિતા પુત્રના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ભાવનગરમાં લુખ્ખાઓનો આતંક : ચાર દિવસમાં છ જીવલેણ હુમલા, દિવાળીની રાત્રે ત્રણ લોકોની હત્યા

મળતી માહિતી અનુસાર, મૃતક 37 વર્ષીય કિશન મહેશ્વરી તેમના 13 વર્ષીય પુત્ર ડેનિસ અને અન્ય ત્રણ પરિવારજનો સાથે માંડવી બીચ પર રવિવારે (ત્રીજી નવેમ્બર) ફરવા આવ્યાં હતાં. ત્યારે બપોરે 4 વાગ્યાના અરસામાં દરિયામાં નહાતા હતાં. આ દરમિયાન એકાએક ડેનિસ ડૂબવા લાગ્યો હતો પુત્રને ડૂબતો જોઈને પિતા કિશન તેને બચાવવા ગયાં હતાં અને બંને પિતા પિતાનું પણ ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. તહેવાર ટાણે સર્જાયેલી આ દુ:ખદ ઘટનાથી શોકની લાગણી ફેલાઈ ગઇ છે. 

તહેવાર ટાણે જ માતમ છવાયો: માંડવીના દરિયામાં નહાવા પડેલા પિતા-પુત્રના મોત 2 - image

Tags :