Get The App

જામનગરના સીટી બી. ડિવિઝનના અપહરણના કેસમાં નાસતા ફરતા આરોપી પિતા પુત્રને મોરબી પંથકમાંથી ઝડપી લેવાયા

Updated: Feb 9th, 2025


Google NewsGoogle News
જામનગરના સીટી બી. ડિવિઝનના અપહરણના કેસમાં નાસતા ફરતા આરોપી પિતા પુત્રને મોરબી પંથકમાંથી ઝડપી લેવાયા 1 - image


જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં 2023ની સાલમાં એક સગીરાના અપહરણ અને પોકસો સહિતની કલમ હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં અપહરણના ગુનામાં મદદગારી કરનાર આરોપી તરીકે મોરબી તાલુકાના ઉંટબેટ શામપર ગામના ઇશાક સલીમભાઈ રાઠોડ, અને તેના પિતા સલીમ ઇબ્રાહિમભાઈ રાઠોડ ને સહ આરોપી તરીકે જાહેર કરવામાં આવ્યા હતા, અને તે બંને ફરાર થઈ ગયા હતા.

દરમિયાન ઉપરોક્ત આરોપીઓ મોરબી પંથકમાં આવ્યા છે, તેવી ચોક્કસ બાતમી ના આધારે જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમ સૌપ્રથમ મોરબી પંથકમાં ધામા નાખી આરોપી ઇશાક સલીમ રાઠોડ ને ઝડપી લીધો હતો, અને સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો હતો.

ત્યારબાદ તેના પિતા સલીમ ઇબ્રાહીમભાઇ રાઠોડ, કે જે પણ ફરારી રહ્યા હતા, જેને ગઈકાલે રાત્રે ભાદરા પાટિયા પાસેથી ઝડપી લીધા છે, અને જામનગર લઈ આવ્યા બાદ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધા છે.


Google NewsGoogle News